નિવાલ્દા પેટ્રોલ પંપ નજીક મુકેલી ફોર વ્હીલ માંથી બે બાઇક સવારો રૂ.1.20 લાખની ચોરી કરી ફરાર

નિવાલ્દા પેટ્રોલ પંપ નજીક મુકેલી ફોર વ્હીલ માંથી બે બાઇક સવારો રૂ.1.20 લાખની ચોરી કરી ફરાર

ભોગ બનનાર કાપડના વેપારી હોય તેઓ નેત્રંગ થી ડેડીયાપાડા તરફ ઉઘરાણી એ આવેલા ત્યાં પંચર પડતા આ ઘટના બની

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામના પેટ્રોલ પંપ નજીક માં મુકેલી ફોર વ્હીલ ગાડી માંથી ચોરી કરી બે બાઇક સવારો નાશી છુટતા માલિકે પોલીસ ફરિયાદ આપી છે.

મળતી માહિતી અનુસાર મહેશભાઇ ગીસાલાલ શાહ (કપડાના વેપારી) રહે ૪/૨૨,૨૩ જીન બજાર નેત્રંગ તા-નેત્રંગ જી-ભરૂચ નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ દેડીયાપાડા તરફ તેમના કાપડ નાં ધંધા ની ઉઘરાણી માટે આવ્યા હતા ત્યારે નિવાલ્દા ગામના નાયરા પેટ્રોલ પંપ ની બાજુમા આવેલ ટાયર પંચર ની દુકાન સામેથી એક અજાણ્યા ઇસમે તેમની ગાડીનો આગળનો ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલી સીટ નિચે પગ મુકવાની જગ્યાએ વેપાર ધંધાની ઉઘરાણીના રાખેલ રોકડા રૂપીયા ૧,૧૪,૮૧૦/- તથા પોતાના રોકડા રૂપીયા પ૮૦૦/- તેમજ અન્ય સામાન મળી કુલ રૂપીયા મળી કુલ રૂપીયા ૧,૨૦,૮૧૦/- જે તેમણે એક કાળા કલરના લેધરના પાકીટમા મુકી કાપડની થેલીમાં રાખેલ હતા તે તેમની નજર ચુકવી કોઇ ચોર ઇસમ ચોરી કરી નજીક મા રોડની સાઇડ પર ઉભી રાખેલ મોટર સાયકલના ચાલક સાથે બેસી બન્ને ઇસમોએ ચોરી કરી નાશી છૂટ્યા હતા.જેથી ડેડીયાપાડા પોલીસે ચોરો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર રાજપીપળા

ભરત શાહ

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો