મુન્શી મેમોરિયમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આઈ.ટી.આઈ તેમજ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રમતનું આયોજન કરવામાં આવ્યું
મુન્શી મેમોરિયમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આઈ.ટી.આઈ તેમજ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રમતનું આયોજન કરવામાં આવ્યું
મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ ની જુદી જુદી શાળાઓ, આઈ.ટી.આઈ. અને ગીફટેડ–૩૦ ધ્વારા આજરોજ ૩૦ જેટલી ઇનડોર અને આઉટ ડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં આશરે ૩પ૦ જેટલા પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રમતોમાં પ૦ મીટર દોડ, ૧૦૦ મીટર દોડ, રીલે દોડ, કબડી, ખોખો, રસ્સા ખેંચ, બેડમિન્ટન, લાંબી કુદ, ગોળા ફેંક, ચક્રફેંક, બરછી ફેંક, કિક્રેટ વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રેફરીનો નિર્ણય આખરી ગણી દરેક રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ અને દ્રિતિય ક્રમ આપવામાં આવ્યા હતા અને મુનીર મુન્શી સ્કુલ ધ્વારા માનવ પીરામીડ રજુ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જનાબ ઐયુબ અકુજી સાહેબ, જનાબ દિલાવર સાહેબ, ઈબ્રાહીમ સાલેહ ખાન સાહેબ, યુનુસભાઈ, નિશારભાઈ તથા મુન્શી ટ્રસ્ટના સી.ઇ.ઓ. સુહેલ સાહેબ, કારોબારી સભ્ય સલીમ સાહેબ અને વિદેશથી પધારેલા મહેમાનો ઉપસ્થિત રહયા હતા. જેમાં ટ્રસ્ટીશ્રીઓ ધ્વારા તથા વિદેશથી પધારેલા મહેમાનો વડે વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને વિજેતા વિદ્યાર્થીઓને રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું તથા હારેલા દરેક વિદ્યાર્થીઓને વધુ પ્રયત્ન અને મહેનત કરવાથી તમે રમતમાં જીતી શકો છો, તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
Comments
Post a Comment