છેલ્લા દસ દિવસથી સર્વર ની તકલીફ થી અરજદારો હેરાન પરેશાન થઈ ગયા

નર્મદા જિલ્લામાં છેલ્લા દસ દિવસથી સર્વર ની તકલીફ થી અરજદારો હેરાન પરેશાન થઈ ગયા 

શુક્રવારે પણ આખો દિવસ સર્વર બંધ રહેતા જનસેવા કેન્દ્રો પર અરજદારો ની વધુ મુશ્કેલી વધી 

 નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા મામલતદાર કચેરી નાં જનસેવા કેન્દ્ર સહિત જિલ્લાનાં અન્ય જનસેવા કેન્દ્રો પર પણ સર્વર દસ દિવસથી બંધ ચાલુ થાય છે જેમાં શુક્રવારે સવારથી સર્વર સદંતર બંધ રહેતા ગ્રામ્ય વિસ્તારો માંથી આવતા અરજદારો ભાડું બગાડી આવ્યા બાદ સર્વર બંધ હોવાની જાણ થતાં પરત ફરવા મજબૂર બન્યા હતા જેમાં કેટલાક આધેડ વ્યક્તિઓ પણ હોવાથી તેમની હાલત દયનીય બની જાય છે.

છેલ્લા દસેક દિવસથી નર્મદા જિલ્લામાં સર્વર ચાલુ થાય ફરી થોડીવાર માં બંધ થઈ જાય અને બંધ થયા બાદ ફરી કેટલા સમય બાદ ચાલુ થશે એ કહેવું પણ મુશ્કેલ હોય તેવામાં દૂર દૂર નાં ગ્રામ્ય વિસ્તાર માંથી રાજપીપળા માં કોઈક સરકારી દાખલ કે અન્ય કામ માટે આવેલા આ અરજદારો જનસેવા કે અન્ય સરકારી કચેરીઓ માં કલાકો ઉભા રહી સર્વર ચાલુ થવાની આશા રાખવા છતાં ચાલુ નહિ થતા કામ પતાવ્યા વિના જ પરત ફરતા જોવા મળ્યા હતા જેમાં શુક્રવારે તો સર્વર આખો દિવસ બંધ રહેતા ઘણા લોકો કામ પતાવ્યા વિના જ પાછા ફર્યા હતા.

 ત્યારે સરકાર બધું ઓનલાઇન કરવાની વાત કરી તમામ બાબત ઓનલાઇન કરી છે પરંતુ જ્યારે સર્વર બંધ કે અન્ય ઓનલાઇન સિસ્ટમ ઠપ થઈ જાય તેવા સમયે અરજદારો કે કોઈપણ ઓનલાઇન કામ કરતા કે કરાવતા વ્યક્તિઓની દશા બગડતી જોવા મળે છે. માટે ખાસ ઉપયોગી એવા જનસેવા કેન્દ્ર પરનું સર્વર વહેલીતકે શરૂ કરાઇ તેવી માંગ ઉઠી છે.

રિપોર્ટર રાજપીપળા

ભરત શાહ

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો