ભરૂચના 6 સંવેદનશીલ ગામમાં દરોડા 46 જોડાણમાં 38 લાખની વીજચોરી પકડાઈ
ભરૂચના 6 સંવેદનશીલ ગામમાં દરોડા 46 જોડાણમાં 38 લાખની વીજચોરી પકડાઈ
ગ્રામ પંચાયતના સભ્યોએ ગામના પડતર વીજ કામોની રજૂઆત કરી વીજ ચેકીંગની ટીમના મુખ્ય અધિકારી સમક્ષ નબીપુર ગ્રામ પંચાયતના સભ્યોએ ગામના પડતર વીજ કામને લાગતા પ્રશ્નોની સ્થળ મુલાકાત કરાવી રજુઆત કરાઈ હતી. વીજ કંપનીના અધિકારી તરફથી તમામ પ્રશ્નોના યોગ્ય સ્તરે રજૂઆત કરી નિકાલ કરાવવાની ખાત્રી અપાઈ હતી. ભાસ્કર ન્યૂઝ ।ભરૂચ ભરૂચ જિલ્લાના સંવેદનશીલ ગણાતાં નબીપુર સહિતના 6 ગામમાં વીજકંપનીએ દરોડા પાડી 38 લાખની વીજચોરી ઝડપી પાડી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દરેક ઘર અને દુકાનના વીજજોડાણો તપાસવામાં આવ્યાં હતાં. નબીપુર, હિંગલ્લા, સીતપોણ અને કરગત સહિત 6 ગામડાઓમાં ડીજીવીસીએલ ની 39 ટીમ દ્વારા વીજ ચોરી પકડવા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં 46 જેટલા ગેરકાયદેસર વીજચોરીના કનેકશનો મળ્યા હતા.જે લોકોને અંદાજે 38 લાખ સુધીનો દંડ કરવામાં આવશે. શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં લોકો વહેલી સવારે ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા, તે સમયે ડીજીવીસીએલ ની 39 જેટલી વીજ ચેકીંગ ની ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના નબીપુર, હિંગલ્લા, સીતપોણ અને કરગત ગામ સહિત કુલ 6 જેટલા ગામ ખાતે આવી અને રહેણાંક વિસ્તારમાં સધન વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. વીજ ચેકીંગ દરમિયાન અંદાજે 46 જેટલા ગેરકાયદેસર વીજ ચોરી ના બનાવો સામે આવ્યા છે. જેની સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અંદાજે 38 લાખ સુધીનો દંડ કરવામાં આવશે. ચેકીંગ દરમ્યાન ગ્રામજનો અને ગ્રામ પંચાયત નબીપુર દ્વારા ડીજીવીસીએલ ની ટીમોને સહયોગ કરવામાં આવ્યો હતો. વીજ ચેકીંગ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી ગુજરાત પોલીસે પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ કરાવ્યો હતો.
રિપોર્ટર ભરૂચ
Comments
Post a Comment