Posts

Showing posts from January, 2024

મની એક્ષચેન્જની આડમાં ફોરેન કરન્સી કોભાંડ, કરન્સી એક્ષચેન્જના શંકાસ્પદ વ્યવહાર કરવાનું નેટવર્ક ભરૂચ એસ.ઓ.જી દ્રારા ઝડપી પાડ્યું

Image
મની એક્ષચેન્જની આડમાં ફોરેન કરન્સી કોભાંડ, કરન્સી એક્ષચેન્જના શંકાસ્પદ વ્યવહાર કરવાનું નેટવર્ક ભરૂચ એસ.ઓ.જી દ્રારા ઝડપી પાડ્યું બે ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે એસ.ઓ.જી ઝડપી પાડ્યા. 56 લાખ ઉપરાંતની ભારતીય અને વિદેશી કરન્સી જપ્ત કરી. ફોરેન કરન્સી એક્ષચેન્જના શંકાસ્પદ વ્યવહારો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વલિકા શોપિંગ સેન્ટરમાં.  ભરૂચ ફોરેક્ષના નામથી મની એક્ષચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્ષચેન્જના શંકાસ્પદ વ્યવહારો. વગર લાયસન્સએ કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓએ મામલે તપાસ શરૂ કરી હતી. 500 ના દરના બંડલો મળ્યા ભરૂચ ફોરેક્ષના નામથી મની એક્ષચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્ષચેન્જના શંકાસ્પદ વ્યવહારો. વગર લાયસન્સએ કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા. તેઓએ મામલે તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે મોહમ્મદ તલહા ઇભ્રાહીમ પટેલની દુકાનમાં તપાસ કરતા. ભારતીય ચલણની 500 ના દરના બંડલો. તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી. કુલ 38 લાખ 43 હજાર 134 નૉ મુદ્દામાલનૉ કબ્જો મેળવી ...

ઓ.એન.જી.સી. કોલોની ખાતે ૭પમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

Image
અંકલેશ્વર ઓ.એન.જી.સી. કોલોની ખાતે ૭પમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી ઓ.એન.જી.સી. દ્ધારા કોલોનીના હેલીપેટ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.  આ અવસરે સી.આઈ.એસ.એફ., સિકયુરીટી, ફાયર તેમજ ટેરિટોરિયલ આર્મીના જવાનો દ્ધારા પરેડ યોજવામાં આવી હતી. એસેટ મેનેજરના હસ્તે જવાનોને પરેડ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પંસંગે મહિલા સમિતિના અંજલી ગોખલે તથા અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. રિપોર્ટર અંકલેશ્વર જીજ્ઞેશ રાજપુત 9574440823

ગુજરાત 26 માંથી 26 બેઠકની હેટ્રીક લગાવી ભાજપને ભેટ આપશે, ભરૂચ બેઠક પર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે : પ્રદીપસિંહ જાડેજા

Image
ફરી એકવાર મોદી સરકાર : દીવાલ પર કમળ સાથે ભરૂચની જનતાના દિલોમાં પણ કમળ ખીલવવા ભરૂચ જિલ્લા ભાજપની તૈયારીઓ શરૂ ભરૂચ લોકસભામાં કમળના ઉમદેવાર સાથે ભાજપની ચૂંટણી તૈયારીનો આરંભ ગુજરાત 26 માંથી 26 બેઠકની હેટ્રીક લગાવી ભાજપને ભેટ આપશે, ભરૂચ બેઠક પર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે : પ્રદીપસિંહ જાડેજા ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની ચૂંટણી કાર્યવાહીનો કમળ પેઇન્ટિંગ અને બેઠક સાથે ધમધમાટ : મારૂતિસિંહ અટોદરિયા ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે, ગુજરાત ફરી 26 માંથી 26 બેઠક પર કમળ ખીલવી ભાજપની હેટ્રીક લગાવશે, તેમ આજે ભરૂચમાં લોકસભાની બેઠકના આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે. ભરૂચ લોકસભા બેઠકની મિટિંગ આજે સોમવારે પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આત્મીય હોલ ખાતે આયોજિત કરાઈ હતી. બેઠક પેહલા પૂર્વ ગૃહમંત્રી, ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન હોદેદારો, પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યકમ યોજાયો હતો. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે ક...

મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચના કેમ્પસ માં ૭૫ મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો

Image
મુન્શી સંકુલમાં ૭૫મો પ્રજાસત્તાક દિન ઉજવાયો આજ રોજ તા. 26મી જાન્યુયારી ૨૦૨૪ના રોજ મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચના કેમ્પસ માં ૭૫ મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો. સવારે ૮:૦૦ કલાકે વિદેશથી પધારેલા અબ્દુલ્લાહ એઇડ, યુ.કે.ના ટ્રસ્ટી જનાબ મસીઉલ્લાહભાઈ પટેલ સાહેબ અને જનાબ ઇમ્તિયાજભાઈ વરેડિયાવાલાના  વરદ હસ્તે ધ્વજારોહન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સંસ્થાના વાઇસ પ્રેસિડેંટ જનાબ હારુનભાઈ ચામડિયા સાહેબ, ટ્રસ્ટી શ્રી યુનુસભાઇ પટેલ સાહેબ, જનાબ આદમ સાહેબ ઘોડીવાલા, જનાબ દાઉદભાઈ પ્રેમી, જનાબ શાહિદભાઈ ઉમરજી, મુન્શી ટ્રસ્ટના સી.ઇ.ઓ. જનાબ સુહેલભાઈ દુકાનદાર સાહેબ, આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરીઆપી હતી. ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે પધારેલા જનાબ મસીઉલ્લાહભાઈ પટેલ સાહેબ અને જનાબ ઇમ્તિયાજભાઈ વરેડિયાવાલાઓએ દેશ પ્રત્યેની ભાવના, દેશનું બંધારણ, દેશની પ્રગતિ અને દેશની લાગણી તથા સ્વાતંત્રય સેનાનીઓએ કરેલી ચળવળ તથા તેમના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલી આપી હતી અને દેશમાં સુખ-શાંતિ અને ધંધા રોજગારમાં પ્રગતિ થાય તેવી દુઆ કરી હતી. આ પ્રોગ્રામના અંતમાં મુન્શી મહ...

ગુજરાત પોલીસના 2 અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવશે, તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે

Image
ગુજરાત પોલીસના 2 અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવશે, તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે         આ અધિકારીઓનું થશે સન્માન                પ્રથમનીલ મેળ અંગેના પોલીસ મેડલ 195 ગણતંત્ર દિવસે મેડલ ગુજરાત પોલીસના 17 અધિકારી-કર્મચારીઓને મેડલ એનાયત થશે, વિશિષ્ટ સેવા બદલ સન્માન આ વખતે ગુજરાત પોલીસના 2 અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવશે, તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે.  ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 26 જાન્યુઆરી 2024ના રોજ 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે દરવર્ષની જેમ આ વર્ષે પણ પોલીસની વિશિષ્ઠ સેવાઓ અને કામગીરીને આધારે તેમણે મેડલ એનાયત કરવામાં આવશે. આ વખતે ગુજરાત પોલીસના 17 જેટલા અધિકારી-કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં 2 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવશે, તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે. 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વીરતા અને ...

નર્મદા જિલ્લામાં ખેલ મહાકુંભ માં બેડમિન્ટન રમત માં વોરા તસલીમ અને વોરા હુસેન (બહેન,ભાઇ) પ્રથમ

Image
નર્મદા જિલ્લામાં ખેલ મહાકુંભ માં બેડમિન્ટન રમત માં વોરા તસલીમ અને વોરા હુસેન (બહેન,ભાઇ) પ્રથમ  ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રમતક્ષેત્રના વિકાસ માટે ખેલ મહાકુંભ ૨.૦ યોજાઈ રહ્યો છે. રમતક્ષેત્રના વિકાસની સાથે ખેલકુદના વાતાવરણના નિર્માણ સહિત નવીન પ્રતિભાઓની શોધ તેમજ સ્વાસ્થ્ય જાગૃતિ માટે ખેલ મહાકુંભનું નર્મદા જિલ્લામાં પણ આયોજન થઈ રહ્યું છે.  ખેલ મહાકુંભનું શાળા/ગ્રામ્ય કક્ષાએ યોજાયા બાદ તાલુકા કક્ષાનો ખેલમહાકૂંભ શરૂ થયો છે.જેમાં તાલુકા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ રહી છે.વિવિધ રમતોમાં નોંધણી કરાવનાર ખેલાડીઓ અને ટીમો ભાગ લઈ રહી છે. જેમાં રાજપીપળા ની નવદુર્ગા સ્કૂલમાં અભ્યાસ કરતા અંડર-૧૪ માં જિલ્લા માં વોરા હુસેન તહિરહુસેન પ્રથમ નંબર તેમજ તેના બહેન વોરા તસલીમ તાહિરહુસેને પણ અંડર- ૧૭ માં પ્રથમ નંબરે આવી બંને ભાઈ બહેનો એ રમત ક્ષેત્રે પોતાની શાળા નવદુર્ગા હાઈસ્કૂલ ની સાથે સાથે પરિવાર સહિત નર્મદા જિલ્લાનું નામ રોશન કરી જિલ્લાનું ગૌરવ પણ વધાર્યું છે. રિપોર્ટર રાજપીપળા ભરતભાઈ શાહ #gujaratniparc...

આયુર્વેદીક કેફી પીણું ગુજરાતમાં ગે.કા. સપ્લાય કરતી ઉત્પાદન ફેક્ટરી ભાડે આપનાર શખ્સ ને LCB, નર્મદા એ ઝડપી પાડ્યો

Image
આયુર્વેદીક કેફી પીણું ગુજરાતમાં ગે.કા. સપ્લાય કરતી ઉત્પાદન ફેક્ટરી ભાડે આપનાર શખ્સ ને LCB, નર્મદા એ ઝડપી પાડ્યો છેલ્લા એક વર્ષથી ભાગેડુ આરોપીને સાગબારા પો.સ્ટે. વિસ્તારમાંથી ઝડપી પાડી આગળની વધુ તપાસ અર્થે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચને સોંપાયો પ્રશાંત સુંબે,પોલીસ અધિક્ષક, નર્મદાની સુચના અને માર્ગદશન હેઠળ જે.બી. ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી એ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી. ટીમને સુચના આપતા એલ.સી.બી.ની એક ટીમ સાગબારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લાના ખાપર ખાતે ગેરકાયદેસર રીતે ઉત્પાદન થતા આયુર્વેદીક કેફી પીણું જે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે સપ્લાય કરતી ઉત્પાદન ફેક્ટરી માટે ફેક્ટરી ભાડે આપનાર છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.નાં પ્રોહી. એક્ટ ના ગુનામાં નાસતો ફરતો આરોપી અનિલ સુરેશભાઇ પાટીલ (ચૌધરી) રહે.ખાપર નારાયણ દાદાનગર, તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) સાગબારા ખાપર હાઇવે ઉપર દિપક સુગર ફેક્ટરી નજીક રોડ ઉપર કોઇ વાહનની રાહ જોઇ ઉભો હોવાની બાતમી આધારે એલ.સી.બી. ટીમના ...

ફર્ટીલાઈઝર નહીં પરંતુ ગૌટીલાઈઝર, એગ્રીકલ્ચરના કેમીકલ બજારમાં ગૌમય ઓર્ગેનિકની એન્ટ્રી

Image
ફર્ટીલાઈઝર નહીં પરંતુ ગૌટીલાઈઝર, એગ્રીકલ્ચરના કેમીકલ બજારમાં ગૌમય ઓર્ગેનિકની એન્ટ્રી ગૌવંશ સંવર્ધનના ઉદ્દેશ્ય તેમજ નેનો ટેક્નોલોજી સંશોધનના આધારે બનાવવામાં આવેલી નવી પ્રોડક્ટથી ખેડૂતો અને પર્યાવરણ બંનેને ફાયદો થશે. ગૌ લાઇફ સાયન્સ દ્વારા વૈજ્ઞાનિક સંશોધન થકી એક ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બનાવવામાં આવ્યું છે. આ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર ની ખાસિયત એવી છે કે તે વૈજ્ઞાનિક ચકાસણીઓ પર ખરું ઠર્યું છે, તેમજ તેના ઉપયોગથી ખેડૂતોને લાભ થશે. નેનો ટેકનોલોજીના માધ્યમથી ગાયના છાણ અને ગૌ મુત્રને નેનો ફોર્મ્યુલેશનના માધ્યમથી પોષક તત્વોમાં ફેરવવામાં આવે છે. આ વૈજ્ઞાનિક પદ્ધતી થકી બનેલી પ્રોડક્ટને ગૌ-ગ્રો તેમજ ગૌટીલાઈઝર ગોલ્ડ ઓર્ગેનિક ફર્ટીલાઈઝર નામ આપવામાં આવ્યું છે. દેશી ગૌવંશના સંવર્ધન તેમજ ગાય માંથી થતી પેદાશોના સદુપયોગના ઉદ્દેશ્યથી આ સંશોધન કરવામાં આવ્યું છે. રિસર્ચના પરિણામો જણાવે છે કે ગૌટીલાઈઝરને કારણે પરંપરાગત ટકાઉ ખેતી વધી શકે છે તેમજ પાણીની જાળવણી, જમીનમાં પોષક તત્વની ઉપલબ્ધતા અને જમીનની ગુણવત્તામાં સુધાર થાય છે. જેનાથી ખેડૂતોને આર્થિક લાભ થાય છે. ઓર્ગેનિક તત્વના ઉપયોગને કારણે ખેત ઉત્પાદન વધુ પૌષ્ટિક અને સુ...

અંકલેશ્વરમાં ફેકટરી માલિકે જમીન પચાવી પાડતાં ફરિયાદ

Image
અંકલેશ્વરમાં ફેકટરી માલિકે જમીન પચાવી પાડતાં ફરિયાદ  અંકલેશ્વર જીઆઇડીસી માં પ્લોટ પચાવી લેતા ઈસમ સામે લેનગ્રેબિંગ કાયદા હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. સુરત કતારગામની વિનાયક હાઈટ્સ ખાતે રહેતાં અશ્વિન દેસાઈ અંકલેશ્વરમાં આલ્ફર્ડ ફાર્મા નામની કંપની ચલાવે છે. તેમની બાજુમાં દત્તાત્રેય કેમિકલ કંપની આવેલ છે જેના માલિક અમરત પટેલ એ બે પ્લોટ વચ્ચે દીવાલ બનાવીને18.53 મીટર જગ્યા પર દબાણ કરી દીધું હતું.  આ બાબતે કલેકટર કચેરીમાં નવા લેન્ડગ્રેબિંગના કાયદા હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. કલેકટરકચેરીએ હાથ ધરેલી તપાસમાં જમીન પચાવી પાડી હોવાનું બહાર આવતાં અમરત પટેલ વિરૂધ્ધ પોલીસને ફરિયાદ નોંધવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જેથી જીઆઇડીસી પોલીસે અશ્વિન દેસાઇની ફરિયાદ લઇ વધુ તપાસ તથા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટેની કવાયત હાથ ધરી છે. રિપોર્ટર અંકલેશ્વર પિયુષ મિસ્ત્રી #gujaratniparchhai 

સાયખા GIDC ની એક્ટીમો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તસ્કરો ત્રાટકયા, 1.5 લાખ ઉપરાંતનો કેબલ તસ્કરો ઉઠાવી ગયા

Image
સાયખા GIDC ની એક્ટીમો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તસ્કરો ત્રાટકયા, 1.5 લાખ ઉપરાંતનો કેબલ તસ્કરો ઉઠાવી ગયા વાગરા તાલુકામાં આવેલ સાયખા GIDC સ્થિત એક્ટીમો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અજાણ્યા ચોર ઈસમો અંદાજીત દોઢ લાખ ઉપરાંતના કેબલની ચોરી કરી ફરાર થઇ જતા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત તારીખ ૧૨/૦૧/૨૦૨૪ના રોજ રાત્રીના સમયે પોણા બાર વાગ્યાથી તારીખ ૧૩/૦૧/૨૦૨૪ના રાત્રીના આશરે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન સાયખા GIDC સ્થિત એક્ટીમો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ચોરીની ઘટના બની હતી. જેમાં રાત્રીના અંધારાનો લાભ લઇ તસ્કર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરો કંપનીના પાછળના ભાગેથી દીવાલ કૂદી કંપનીમાં પ્રવેશ કરી કંપનીના પ્લાન્ટ એરિયામાં ખુલ્લામાં મુકેલ કોપર કેબલના દ્રમમાંથી અંદાજીત ૩૯૦ મીટર જેટલો પૉલિકેબ કેબલ જેની અંદાજીત કિંમત રૂપિયા ૧,૪૨,૦૦૦ તથા આશરે ૩૪ મીટર જેટલો કોપર આર્મડ કેબલ જેની અંદાજીત કિંમત રૂપિયા ૫,૦૦૦ તથા અન્ય ૨૪૦ મીટર જેટલો કોપર કેબલ જેની અંદાજીત કિંમત રૂપિયા ૨૫,૦૦૦ મળી કુલ ૧,૭૨,૦૦૦ ના મુદ્દમાલની ચોરી કરી...

ઓએનજીસીકોલોની ખાતે આવેલા કેન્દ્રીયવિદ્યાલય ખાતે વડાપ્રધાનનરેન્દ્ર મોદી ની પરીક્ષા પે ચર્ચા2024 અંતર્ગત ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Image
 500 કેન્દ્રીય વિદ્યાલયોમાં ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે આવેલા કેન્દ્રીયવિદ્યાલય ખાતે વડાપ્રધાનનરેન્દ્ર મોદી ની પરીક્ષા પે ચર્ચા2024 અંતર્ગત ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્રકલા સ્પર્ધા માં ભરૂચ જિલ્લા ની 20 સ્કૂલો ના ધોરણ 9 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો ભારત સરકારના નિર્દેશ અનુસાર દેશ ની 500 કેન્દ્રીય વિદ્યાલયો માં પરીક્ષા પે ચર્ચાઅંતર્ગત ચિત્રકલા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્રકલા સ્પર્ધા નો મુખ્ય હેતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા નાતણાવ ને દૂર કરવા માટે અને સર્જનાત્મકતા નો વિકાસ કરવામાં માટે પરીક્ષા પે ચર્ચા2024 અંતર્ગત ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરાયુ છે.અંકલેશ્વરની કેન્દ્રીય વિદ્યાલય ખાતે ચિત્રકલા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ની 20સ્કૂલો ના ધોરણ 9 થી ધોરણ12 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને ચિત્રકલા થકી પોતાની સર્જનાત્મક કલાનોભાવ પ્રગટ કર્યો હતો. વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દૂર કરવા માટે દર વર્ષે પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને તેન...

વેજલપુર કુંભારીયા ઢોળાવ વિસ્તારના શ્રી રામ ટેકરા યુવક મંડળ દ્ધારા હવન તેમજ ૧૦૮ હનુમાન ચાલીસાનું આયોજન કરાયું

Image
ભરૂચ શહેરમાં આવેલ વેજલપુર કુંભારીયા ઢોળાવ વિસ્તારના શ્રી રામ ટેકરા યુવક મંડળ દ્ધારા હવન તેમજ ૧૦૮ હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું  ભરૂચ શહેરમાં આવેલ વેજલપુર કુંભારીયા ઢોળાવ ખાતે આવેલ શ્રી રામ ટેકરા યુવક મંડળ દ્ધારા અયોધ્યા ખાતે આવેલ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને તા.રરમી જાન્યુઆરીના રોજ વેજલપુર કુંભારીયા ઢોળાવ ખાતે શ્રી રામ ટેકરા યુવક મંડળ દ્ધારા ૧૦૮ હનુમાન ચાલીસા અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ હવનમાં વેજલપુરમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉપસ્થિત રહયા હતા. સાથે સાથે આ હવનનો લાભ લેવા માટે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચજીલ્લા મંત્રી જીજ્ઞેશભાઈ મિસ્ત્રી, ભરૂચજીલ્લા કિશાન મોરચા ના મંત્રી જીજ્ઞેશભાઈ પટેલ, ભરૂચ શહેર ના મહામંત્રી દીપકભાઈ મિસ્ત્રી, એસ.ટી મોરચા ના મહામંત્રી મયુરભાઈ સુરતી, ખારવા સમાજના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહી હવનનો લાભ લીધો હતો.  આ સાથે સાથે હવન બાદ ભગવાનશ્રી રામ અને હનુમાનજીની મહાઆરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રીના સમયે મહાભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભંડારામાં વેજલપુરમાંથ...

દહેજની ખાનગી કંપનીમાથી સિયુ સોલ MP-1 રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર ભડકે બળ્યું

Image
દહેજની ખાનગી કંપનીમાથી સિયુ સોલ MP-1 રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર ભડકે બળ્યું વાગરાથી ભરૂચને જોડતા માર્ગ પર ખાન તળાવ પાસે ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જોકે ગ્રાસીમ કંપનીના ફાયર ફાઈટરોએ મહા મુસીબતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વાગરા વિસ્તારમાં ફાયર સ્ટેશનના અભાવથી વધુ એક આગની ઘટનાને બુઝાવવા તંત્રને ભારે જહેમત ઉઠાવવાની નોબત આવી હતી. વાગરા તાલુકામાં 3 મોટી ઔદ્યોગિક વસાહતો આકાર પામી છે. વાગરા નજીક જ વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં મોટા રાસાયણ ઉદ્યોગો કાર્યરત છે. પરંતુ વાગરા તાલુકા મથક ખાતે ફાયર સુવિધાનો અભાવ મોટી દુર્ઘટનાને નોટરી રહ્યો છે. આ દુર્ઘટનાઓમાં જો કોઈ મોટી જાનહાનિ સર્જાશે તો જવાબદાર કોણ.? જેવી અનેક ચર્ચાઓ પંથકના જાગૃત લોકોમાં ચર્ચાઈ રહી છે. સેંકડો ઉદ્યોગો હોવા છતાં ફાયર સ્ટેશન ન હોવાથી લોકોમાં ભયની સાથે સરકાર સમક્ષ પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આજરોજ વધુ એક ઘટના સર્જાતા એક સિયો શોલ MP-1 રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર નંબર GJ-39-T-6273 જેમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ટેન્કર ભડભડ સળગી ઉઠયું હતું. જેથી એક સમયે નાસભાગ મચી ગઈ હતી. વાગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સલામતીના ...

કૉલેજ કેમ્પસમાં યુવા મોરચા દ્વારા નવા મતદાતા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું

Image
ભરૂચ નગરમા કૉલેજ કેમ્પસમાં યુવા મોરચા દ્વારા નવા મતદાતા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં લોકસભાની ચુંટણી યોજવા જઈ રહી છે.જેમાં વધુમાં વધુ મતદાન થાય અને ૧૮ વર્ષીય યુવા મતદારોમાં ઉત્સાહ વધે તે માટે તંત્ર પણ સતર્ક બન્યું છે.તો બીજી તરફ ૧૮ વર્ષીય નવા મતદારોને વધુમાં વધુ જોડી તેઓને મતદાન માં ભાગ લેવા ઉત્સાહ વધે તે માટે ભરૂચ ભાજપના યુવા મોરચા દ્વારા કોલેજ કેમ્પસમાં નવા મતદાતા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા ગુજરાતના પ્રભારી મનિષ કુમાર, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી  ઈશાંત સોની,ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ રૂષભભાઈ પટેલ,જિલ્લા યુવા મોરચાના પ્રભારી કૌશલભાઈ ભટ્ટ,જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર, વડોદરા જિલ્લા યુવા મોરચાના પ્રભારી ધ્યાનભાઈ દેશમુખ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભરૂચ પિયુષ મિસ્ત્રી #gujaratniparchhai 

રિલાયન્સ પોલિસ્ટર કંપનીએ પેમેન્ટ નહીં આપતા લેબર કોન્ટ્રાકટર આપઘાત કરવા કેમ મજબુર બન્યો

Image
ભેંસલીની રિલાયન્સ પોલિસ્ટર કંપનીએ પેમેન્ટ નહીં આપતા લેબર કોન્ટ્રાકટર આપઘાત કરવા કેમ મજબુર બન્યો  રિલાયન્સ પેલિસ્ટર કંપની ના લેબર પાસે થી પ્રાપ્ત માહિતી અનુસાર કંપની તરફથી અમારા શેઠને પેમેન્ટ આપવામાં આવતું નો હોવાને કારણે અમારા શેઠે આત્મહત્યા કરી દહેજ પાસેના ભેંસલી ગામની સીમમાં આવેલી નહોતું. કંપનીએ ગઇકાલે પેમેન્ટ આપવાનો વાયદો કર્યો રિલાયન્સ પોલિસ્ટર કંપની વિવાદમાં આવી છે. હતો પરંતુ કાલે અમને બંનેને કંપનીમાં બોલાવ્યા પછી કંપનીનાં ભ્રષ્ટ અને અસંવેદનશીલ મેનેજમેન્ટના કારણે મને ધમકાવીને બહાર કાઢી મૂક્યો હતો. અમારા શેઠને એક લેબર કોન્ટ્રાક્ટરે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી ત્રણ ચાર કલાક બેસાડી રાખ્યા હતા. ત્યારે એમની વચ્ચે લીધું છે. છેલ્લા કેટલાય સમયથી કંપની પાસે પેમન્ટ શું વાત થઇ એ મને ખબર નથી. પરંતુ સાંજે જ્યારે શેઠ માટે આજીજી કરતા લેબર કોન્ટ્રાકટર ગઇ કાલે પણ મળ્યા ત્યારે મે પૂછ્યું પેમેન્ટનું તો મારા શેઠે કહ્યું હતું કે, મેનેજમેન્ટ પાસે ગયો હતો પરંતુ સંદીપ નામના કંપનીના બે પાંચ લાખ હોત તો હું મેનેજ કરી લેત પણ ૨૫ લાખ અધિકારીએ તેને ત્રણ ચાર કલાક બેસાડી રાખી ધમકાવ્યો હોવાથી નાસીપાસ થયેલા કોન્...

ટ્રેક્ટર પલટી મારી જતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત, 23થી વધુ ઈજાગ્રસ્ત

Image
ભરૂચ જીલ્લાના ઝગડીયા તાલુકા મા થયો ભયાનક અકસ્માત ટ્રેક્ટર પલટી મારી જતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત, 23થી વધુ ઈજાગ્રસ્ત  ગુજરાતમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. જે એક ચિંતાજનક બાબત છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. હાલ પોલીસ દ્વારા સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વડીયા તળાવ પાસે ટ્રેક્ટર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 23થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આ...