મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચના કેમ્પસ માં ૭૫ મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો

મુન્શી સંકુલમાં ૭૫મો પ્રજાસત્તાક દિન ઉજવાયો

આજ રોજ તા. 26મી જાન્યુયારી ૨૦૨૪ના રોજ મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચના કેમ્પસ માં ૭૫ મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો.

સવારે ૮:૦૦ કલાકે વિદેશથી પધારેલા અબ્દુલ્લાહ એઇડ, યુ.કે.ના ટ્રસ્ટી જનાબ મસીઉલ્લાહભાઈ પટેલ સાહેબ અને જનાબ ઇમ્તિયાજભાઈ વરેડિયાવાલાના  વરદ હસ્તે ધ્વજારોહન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સંસ્થાના વાઇસ પ્રેસિડેંટ જનાબ હારુનભાઈ ચામડિયા સાહેબ, ટ્રસ્ટી શ્રી યુનુસભાઇ પટેલ સાહેબ, જનાબ આદમ સાહેબ ઘોડીવાલા, જનાબ દાઉદભાઈ પ્રેમી, જનાબ શાહિદભાઈ ઉમરજી, મુન્શી ટ્રસ્ટના સી.ઇ.ઓ. જનાબ સુહેલભાઈ દુકાનદાર સાહેબ, આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરીઆપી હતી.

ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે પધારેલા જનાબ મસીઉલ્લાહભાઈ પટેલ સાહેબ અને જનાબ ઇમ્તિયાજભાઈ વરેડિયાવાલાઓએ દેશ પ્રત્યેની ભાવના, દેશનું બંધારણ, દેશની પ્રગતિ અને દેશની લાગણી તથા સ્વાતંત્રય સેનાનીઓએ કરેલી ચળવળ તથા તેમના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલી આપી હતી અને દેશમાં સુખ-શાંતિ અને ધંધા રોજગારમાં પ્રગતિ થાય તેવી દુઆ કરી હતી.

આ પ્રોગ્રામના અંતમાં મુન્શી મહિલા બી.એડ. કોલેજના આચાર્ય જનાબ આસિફ મન્સૂરી સાહેબ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. પ્રોગ્રામના અંતે હાજરજનોને લાડુ ખવડાવી મો મીઠું કરી પ્રોગ્રામ ને પૂર્ણ કરેલ હતો.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો