સાયખા GIDC ની એક્ટીમો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તસ્કરો ત્રાટકયા, 1.5 લાખ ઉપરાંતનો કેબલ તસ્કરો ઉઠાવી ગયા

સાયખા GIDC ની એક્ટીમો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તસ્કરો ત્રાટકયા, 1.5 લાખ ઉપરાંતનો કેબલ તસ્કરો ઉઠાવી ગયા

વાગરા તાલુકામાં આવેલ સાયખા GIDC સ્થિત એક્ટીમો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અજાણ્યા ચોર ઈસમો અંદાજીત દોઢ લાખ ઉપરાંતના કેબલની ચોરી કરી ફરાર થઇ જતા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત તારીખ ૧૨/૦૧/૨૦૨૪ના રોજ રાત્રીના સમયે પોણા બાર વાગ્યાથી તારીખ ૧૩/૦૧/૨૦૨૪ના રાત્રીના આશરે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન સાયખા GIDC સ્થિત એક્ટીમો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ચોરીની ઘટના બની હતી. જેમાં રાત્રીના અંધારાનો લાભ લઇ તસ્કર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરો કંપનીના પાછળના ભાગેથી દીવાલ કૂદી કંપનીમાં પ્રવેશ કરી કંપનીના પ્લાન્ટ એરિયામાં ખુલ્લામાં મુકેલ કોપર કેબલના દ્રમમાંથી અંદાજીત ૩૯૦ મીટર જેટલો પૉલિકેબ કેબલ જેની અંદાજીત કિંમત રૂપિયા ૧,૪૨,૦૦૦ તથા આશરે ૩૪ મીટર જેટલો કોપર આર્મડ કેબલ જેની અંદાજીત કિંમત રૂપિયા ૫,૦૦૦ તથા અન્ય ૨૪૦ મીટર જેટલો કોપર કેબલ જેની અંદાજીત કિંમત રૂપિયા ૨૫,૦૦૦ મળી કુલ ૧,૭૨,૦૦૦ ના મુદ્દમાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. ચોરી અંગે કંપનીના મેનેજર સચીનભાઈ ઉમેશભાઈ પટેલનાઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વાગરા પોલીસે ફરિયાદ નોંધી ચોરોનું પગેરું શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

9574080141

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો