અંકલેશ્વરમાં ફેકટરી માલિકે જમીન પચાવી પાડતાં ફરિયાદ
અંકલેશ્વરમાં ફેકટરી માલિકે જમીન પચાવી પાડતાં ફરિયાદ
અંકલેશ્વર જીઆઇડીસી માં પ્લોટ પચાવી લેતા ઈસમ સામે લેનગ્રેબિંગ કાયદા હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. સુરત કતારગામની વિનાયક હાઈટ્સ ખાતે રહેતાં અશ્વિન દેસાઈ અંકલેશ્વરમાં આલ્ફર્ડ ફાર્મા નામની કંપની ચલાવે છે. તેમની બાજુમાં દત્તાત્રેય કેમિકલ કંપની આવેલ છે જેના માલિક અમરત પટેલ એ બે પ્લોટ વચ્ચે દીવાલ બનાવીને18.53 મીટર જગ્યા પર દબાણ કરી દીધું હતું.
આ બાબતે કલેકટર કચેરીમાં નવા લેન્ડગ્રેબિંગના કાયદા હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. કલેકટરકચેરીએ હાથ ધરેલી તપાસમાં જમીન પચાવી પાડી હોવાનું બહાર આવતાં અમરત પટેલ વિરૂધ્ધ પોલીસને ફરિયાદ નોંધવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જેથી જીઆઇડીસી પોલીસે અશ્વિન દેસાઇની ફરિયાદ લઇ વધુ તપાસ તથા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટેની કવાયત હાથ ધરી છે.
રિપોર્ટર અંકલેશ્વર
પિયુષ મિસ્ત્રી
Comments
Post a Comment