નર્મદા જિલ્લામાં ખેલ મહાકુંભ માં બેડમિન્ટન રમત માં વોરા તસલીમ અને વોરા હુસેન (બહેન,ભાઇ) પ્રથમ

નર્મદા જિલ્લામાં ખેલ મહાકુંભ માં બેડમિન્ટન રમત માં વોરા તસલીમ અને વોરા હુસેન (બહેન,ભાઇ) પ્રથમ 

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રમતક્ષેત્રના વિકાસ માટે ખેલ મહાકુંભ ૨.૦ યોજાઈ રહ્યો છે. રમતક્ષેત્રના વિકાસની સાથે ખેલકુદના વાતાવરણના નિર્માણ સહિત નવીન પ્રતિભાઓની શોધ તેમજ સ્વાસ્થ્ય જાગૃતિ માટે ખેલ મહાકુંભનું નર્મદા જિલ્લામાં પણ આયોજન થઈ રહ્યું છે. 


ખેલ મહાકુંભનું શાળા/ગ્રામ્ય કક્ષાએ યોજાયા બાદ તાલુકા કક્ષાનો ખેલમહાકૂંભ શરૂ થયો છે.જેમાં તાલુકા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ રહી છે.વિવિધ રમતોમાં નોંધણી કરાવનાર ખેલાડીઓ અને ટીમો ભાગ લઈ રહી છે. જેમાં રાજપીપળા ની નવદુર્ગા સ્કૂલમાં અભ્યાસ કરતા અંડર-૧૪ માં જિલ્લા માં વોરા હુસેન તહિરહુસેન પ્રથમ નંબર તેમજ તેના બહેન વોરા તસલીમ તાહિરહુસેને પણ અંડર- ૧૭ માં પ્રથમ નંબરે આવી બંને ભાઈ બહેનો એ રમત ક્ષેત્રે પોતાની શાળા નવદુર્ગા હાઈસ્કૂલ ની સાથે સાથે પરિવાર સહિત નર્મદા જિલ્લાનું નામ રોશન કરી જિલ્લાનું ગૌરવ પણ વધાર્યું છે.

રિપોર્ટર રાજપીપળા

ભરતભાઈ શાહ

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો