ઓએનજીસીકોલોની ખાતે આવેલા કેન્દ્રીયવિદ્યાલય ખાતે વડાપ્રધાનનરેન્દ્ર મોદી ની પરીક્ષા પે ચર્ચા2024 અંતર્ગત ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
500 કેન્દ્રીય વિદ્યાલયોમાં ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી
અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે આવેલા કેન્દ્રીયવિદ્યાલય ખાતે વડાપ્રધાનનરેન્દ્ર મોદી ની પરીક્ષા પે ચર્ચા2024 અંતર્ગત ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ચિત્રકલા સ્પર્ધા માં ભરૂચ જિલ્લા ની 20 સ્કૂલો ના ધોરણ 9 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો ભારત સરકારના નિર્દેશ અનુસાર દેશ ની 500 કેન્દ્રીય વિદ્યાલયો માં પરીક્ષા પે ચર્ચાઅંતર્ગત ચિત્રકલા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ચિત્રકલા સ્પર્ધા નો મુખ્ય હેતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા નાતણાવ ને દૂર કરવા માટે અને સર્જનાત્મકતા નો વિકાસ કરવામાં માટે પરીક્ષા પે ચર્ચા2024 અંતર્ગત ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરાયુ છે.અંકલેશ્વરની કેન્દ્રીય વિદ્યાલય ખાતે ચિત્રકલા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ની 20સ્કૂલો ના ધોરણ 9 થી ધોરણ12 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને ચિત્રકલા થકી પોતાની સર્જનાત્મક કલાનોભાવ પ્રગટ કર્યો હતો.
વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દૂર કરવા માટે દર વર્ષે પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને તેની પૂર્વતૈયારીના ભાગરૂપે કેન્દ્રીય વિદ્યાલયોમાં ચિત્રકામનીસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની 20 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લઇ તેમની કલાને કાગળ પર ઉતારી હતી આ પરીક્ષાના માધ્યમથી વિદ્યાર્થીઓને એક મહાવરો મળ્યો હતો.
રિપોર્ટર ભરૂચ
Comments
Post a Comment