દહેજની ખાનગી કંપનીમાથી સિયુ સોલ MP-1 રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર ભડકે બળ્યું

દહેજની ખાનગી કંપનીમાથી સિયુ સોલ MP-1 રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર ભડકે બળ્યું

વાગરાથી ભરૂચને જોડતા માર્ગ પર ખાન તળાવ પાસે ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જોકે ગ્રાસીમ કંપનીના ફાયર ફાઈટરોએ મહા મુસીબતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

વાગરા વિસ્તારમાં ફાયર સ્ટેશનના અભાવથી વધુ એક આગની ઘટનાને બુઝાવવા તંત્રને ભારે જહેમત ઉઠાવવાની નોબત આવી હતી. વાગરા તાલુકામાં 3 મોટી ઔદ્યોગિક વસાહતો આકાર પામી છે. વાગરા નજીક જ વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં મોટા રાસાયણ ઉદ્યોગો કાર્યરત છે. પરંતુ વાગરા તાલુકા મથક ખાતે ફાયર સુવિધાનો અભાવ મોટી દુર્ઘટનાને નોટરી રહ્યો છે. આ દુર્ઘટનાઓમાં જો કોઈ મોટી જાનહાનિ સર્જાશે તો જવાબદાર કોણ.? જેવી અનેક ચર્ચાઓ પંથકના જાગૃત લોકોમાં ચર્ચાઈ રહી છે. સેંકડો ઉદ્યોગો હોવા છતાં ફાયર સ્ટેશન ન હોવાથી લોકોમાં ભયની સાથે સરકાર સમક્ષ પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આજરોજ વધુ એક ઘટના સર્જાતા એક સિયો શોલ MP-1 રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર નંબર GJ-39-T-6273 જેમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ટેન્કર ભડભડ સળગી ઉઠયું હતું. જેથી એક સમયે નાસભાગ મચી ગઈ હતી.

વાગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સલામતીના ભાગરૂપે વાગરા-ભરૂચ માર્ગ બંધ કરાવી ફાયર ટેન્ડરને બોલાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ બનાવવાળી જગ્યાએ સળગતા ટેન્કર ઉપરથી DGVCL ની હાઇટેનશન લાઈન પસાર થતી હોય માટે સલામતીના ભાગરૂપે વિસ્તારનો વીજપુરવઠો પણ બંધ કરાવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાંજ વાગરા GEB ના કર્મીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વાગરામાં ફાયર સ્ટેશનના અભાવે વિલાયત સ્થિત બિરલા ગ્રાસીમના ફાયર ફાઈટરોએ આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ટેન્કરમાં શિયોસોલ MP-1 નામનું રાસાયણ ભરેલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી, જો કે, આગ કયા કારણોસર લાગી હતી. તે અંગે વધુ વિગતો સાંપડી ન હતી. પોલીસ કાર્યવાહી બાદ સમગ્ર જાણકારી સામે આવી શકે તેમ છે. આગની ઘટનામાં ચાલકની સમયસૂચકતાથી તેનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ટેન્કરનો આગળનો ભાગ આગની ચપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો. હાલ તો આવી ઘટનાઓ સામે પહોંચી વળવા પંથકમાં ફાયર સ્ટેશન ઉભુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

અત્રે નોંધનીય છે કે વાગરા પંથકમાં જ્યારે-જ્યારે પણ આગની ઘટનાઓ બને છે. ત્યારે તેની પહોંચી વળવા ફાયર સ્ટેશનની કમી હોવાને કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટી હોનારત સર્જે તે વાત નકારી શકાય તેમ નથી. થોડા સમય પહેલાજ વાગરાના ચીમન ચોક વિસ્તારમાં એક કેબીનમાં આગ લાગી હતી. પરંતુ વાગરામાં ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે ગેલ ઇન્ડિયા કંપની તેમજ ગ્રાસીમ કંપનીના ફાયર ટેન્ડરો આગ બુજાવવા પહોંચ્યા હતા. પરંતુ ફાયર ટેન્ડર પહોંચે ત્યાં સુધી તો આગે કેબિનને બાળીને ખાખ કરી નાખ્યું હતું. અને આજની આ ઘટનામાં પણ ફાયર સ્ટેશનની ખામી વર્તાઈ હતી. માટે ઔદ્યોગિક હબ ગણાતા વાગરાના તાલુકા મથક ખાતે ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તે અત્યંત જરૂરી જણાય રહ્યું છે.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો