આયુર્વેદીક કેફી પીણું ગુજરાતમાં ગે.કા. સપ્લાય કરતી ઉત્પાદન ફેક્ટરી ભાડે આપનાર શખ્સ ને LCB, નર્મદા એ ઝડપી પાડ્યો

આયુર્વેદીક કેફી પીણું ગુજરાતમાં ગે.કા. સપ્લાય કરતી ઉત્પાદન ફેક્ટરી ભાડે આપનાર શખ્સ ને LCB, નર્મદા એ ઝડપી પાડ્યો

છેલ્લા એક વર્ષથી ભાગેડુ આરોપીને સાગબારા પો.સ્ટે. વિસ્તારમાંથી ઝડપી પાડી આગળની વધુ તપાસ અર્થે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચને સોંપાયો

પ્રશાંત સુંબે,પોલીસ અધિક્ષક, નર્મદાની સુચના અને માર્ગદશન હેઠળ જે.બી. ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી એ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી. ટીમને સુચના આપતા એલ.સી.બી.ની એક ટીમ સાગબારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લાના ખાપર ખાતે ગેરકાયદેસર રીતે ઉત્પાદન થતા આયુર્વેદીક કેફી પીણું જે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે સપ્લાય કરતી ઉત્પાદન ફેક્ટરી માટે ફેક્ટરી ભાડે આપનાર છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.નાં પ્રોહી. એક્ટ ના ગુનામાં નાસતો ફરતો આરોપી અનિલ સુરેશભાઇ પાટીલ (ચૌધરી) રહે.ખાપર નારાયણ દાદાનગર, તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) સાગબારા ખાપર હાઇવે ઉપર દિપક સુગર ફેક્ટરી નજીક રોડ ઉપર કોઇ વાહનની રાહ જોઇ ઉભો હોવાની બાતમી આધારે એલ.સી.બી. ટીમના પોલીસ માણસોએ ત્યાંથી અનિલ સુરેશભાઇ પાટીલ (ચૌધરી) ને ઝડપી પાડી રાજકોટ શહેરના ડી.સી.બી.પો.સ્ટે. નાં ગુનામાં અટકાયત કરી સાગબારા પો.સ્ટે.ને સોંપી આગળની વધુ તપાસ અર્થે રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.ને જાણ કરવા જરૂરી કાર્યવાહી કરી છે.

રિપોર્ટર રાજપીપળા

ભરતભાઈ શાહ

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો