મની એક્ષચેન્જની આડમાં ફોરેન કરન્સી કોભાંડ, કરન્સી એક્ષચેન્જના શંકાસ્પદ વ્યવહાર કરવાનું નેટવર્ક ભરૂચ એસ.ઓ.જી દ્રારા ઝડપી પાડ્યું

મની એક્ષચેન્જની આડમાં ફોરેન કરન્સી કોભાંડ, કરન્સી એક્ષચેન્જના શંકાસ્પદ વ્યવહાર કરવાનું નેટવર્ક ભરૂચ એસ.ઓ.જી દ્રારા ઝડપી પાડ્યું


બે ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે એસ.ઓ.જી ઝડપી પાડ્યા. 56 લાખ ઉપરાંતની ભારતીય અને વિદેશી કરન્સી જપ્ત કરી.


ફોરેન કરન્સી એક્ષચેન્જના શંકાસ્પદ વ્યવહારો


ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વલિકા શોપિંગ સેન્ટરમાં. 

ભરૂચ ફોરેક્ષના નામથી મની એક્ષચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્ષચેન્જના શંકાસ્પદ વ્યવહારો. વગર લાયસન્સએ કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓએ મામલે તપાસ શરૂ કરી હતી.


500 ના દરના બંડલો મળ્યા

ભરૂચ ફોરેક્ષના નામથી મની એક્ષચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્ષચેન્જના શંકાસ્પદ વ્યવહારો. વગર લાયસન્સએ કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા. તેઓએ મામલે તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે મોહમ્મદ તલહા ઇભ્રાહીમ પટેલની દુકાનમાં તપાસ કરતા. ભારતીય ચલણની 500 ના દરના બંડલો. તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી. કુલ 38 લાખ 43 હજાર 134 નૉ મુદ્દામાલનૉ કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


કુલ 17 લાખ 79 હજાર 372 નૉ મુદ્દામાલ કબ્જે

તેમજ પાલેજ રીક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈક્રોસ કોમ્પ્લેક્ક્ષમાં આવેલ. એક્ષપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારીયા ગામના રહેવાસી મહંમદ આરીફ નામનો ઈસમ. ગેરકાયદેસર રીતે વિદેશી નાણુ એક્ષચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોય. જે બાતમીના આધારે એસ.ઓ.જી દ્વારા તપાસ કરી મામાલે મહમ્મદ આરીફ યુનુસ ભાઇ પટેલ નામની દુકાનમાં તપાસ કરતા. ભારતીય ચલણની 500 ના દરના બંડલો તથા જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી. કુલ 17 લાખ 79 હજાર 372 નૉ મુદ્દામાલ કબ્જે કરી મામલે કોઈ સંતોષકારક જવાબોન આપતાં બંને ઈસમોની ધરપકડ કરી. કુલ 56 લાખ ઉપરાંતનૉ મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


રૂપિયા મોકલવાની ગતિવિધિ પકડાઈ

ભરૂચમાં આગવ પણ હવાલ આ કાંડનો મોટો મામલો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો. અને મોટા પ્રમાણમાં દુબઈ સહિત હવાલા મારફતે રૂપિયા મોકલવાની ગતિવિધિ પકડાઈ ચૂકી છે. ત્યારે આ મામલે પણ હવે વિવિધ એજન્સી દ્વારા વિસ્તૃત તપાસ કારવમાં આવી તો કોઈ મોટા ખુલાસા થઈ શકે છે.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો