ગુજરાત પોલીસના 2 અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવશે, તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે

ગુજરાત પોલીસના 2 અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવશે, તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે

        આ અધિકારીઓનું થશે સન્માન

               પ્રથમનીલ મેળ અંગેના પોલીસ મેડલ 195

ગણતંત્ર દિવસે મેડલ ગુજરાત પોલીસના 17 અધિકારી-કર્મચારીઓને મેડલ એનાયત થશે, વિશિષ્ટ સેવા બદલ સન્માન


આ વખતે ગુજરાત પોલીસના 2 અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવશે, તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે.


 ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 26 જાન્યુઆરી 2024ના રોજ 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે દરવર્ષની જેમ આ વર્ષે પણ પોલીસની વિશિષ્ઠ સેવાઓ અને કામગીરીને આધારે તેમણે મેડલ એનાયત કરવામાં આવશે.


આ વખતે ગુજરાત પોલીસના 17 જેટલા અધિકારી-કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં 2 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવશે, તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે.


75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વીરતા અને સેવા મેડલો ની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, આ વર્ષે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સના 1132 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં ગુજરાત પોલીસના 17 અધિકારી-કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે.


કયા-કયા અધિકારી-કર્મચારીઓને મેડલ એનાયત થશે?

1) પ્રેમવીર સિંઘ, ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, અમદાવાદ


2) નરેન્દ્રભાઈ ચૌધરી, એડિશનલ કમિશનર ઓફ પોલીસ, ટ્રાફિક, અમદાવાદ


3) કીરીટકુમાર ચૌધરી, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત


4) ભામરાજી જાટ, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત


5) ભગીરથસિંહ ગોહીલ, અનઆર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત


6) જલુભાઈ દેસાઈ, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત


7) જયેશભાઈ પટેલ, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત


8) દીલીપસિંહ ઠાકોર, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત


9) અલ્તાફખાન પઠાણ, અનઆર્મ્ડ પોલીસ સબ ઈન્સપેક્ટર, ગુજરાત


10) સુખદેવસિંહ ડોડીયા, અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, ગુજરાત


11) કમલેશભાઇ ચાવડા, પીએસઆઇ ગુજરાત


12) યોગેન્દ્રસિંહ રાઠોડ, પીએસઆઇ, ગુજરાત


13) શૈલેશકુમાર દુબે, અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર, ગુજરાત


14) શૈલેશકુમાર પટેલ -અનઆર્મ્ડ પીએસઆઇ, ગુજરાત


15) અભેસિંગ રાઠવા -અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર, ગુજરાત


રિપોર્ટર ગાંધીનગર

વિવેક ભટ્ટ

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો