વેજલપુર કુંભારીયા ઢોળાવ વિસ્તારના શ્રી રામ ટેકરા યુવક મંડળ દ્ધારા હવન તેમજ ૧૦૮ હનુમાન ચાલીસાનું આયોજન કરાયું

ભરૂચ શહેરમાં આવેલ વેજલપુર કુંભારીયા ઢોળાવ વિસ્તારના શ્રી રામ ટેકરા યુવક મંડળ દ્ધારા હવન તેમજ ૧૦૮ હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું 


ભરૂચ શહેરમાં આવેલ વેજલપુર કુંભારીયા ઢોળાવ ખાતે આવેલ શ્રી રામ ટેકરા યુવક મંડળ દ્ધારા અયોધ્યા ખાતે આવેલ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને તા.રરમી જાન્યુઆરીના રોજ વેજલપુર કુંભારીયા ઢોળાવ ખાતે શ્રી રામ ટેકરા યુવક મંડળ દ્ધારા ૧૦૮ હનુમાન ચાલીસા અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. 


આ હવનમાં વેજલપુરમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉપસ્થિત રહયા હતા. સાથે સાથે આ હવનનો લાભ લેવા માટે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચજીલ્લા મંત્રી જીજ્ઞેશભાઈ મિસ્ત્રી, ભરૂચજીલ્લા કિશાન મોરચા ના મંત્રી જીજ્ઞેશભાઈ પટેલ, ભરૂચ શહેર ના મહામંત્રી દીપકભાઈ મિસ્ત્રી, એસ.ટી મોરચા ના મહામંત્રી મયુરભાઈ સુરતી, ખારવા સમાજના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહી હવનનો લાભ લીધો હતો. 





આ સાથે સાથે હવન બાદ ભગવાનશ્રી રામ અને હનુમાનજીની મહાઆરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રીના સમયે મહાભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભંડારામાં વેજલપુરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પ્રસાદી નો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી. જો કે આ કાર્યક્રમમાં શ્રી રામ ટેકરા યુવક મંડળ દ્વારા ભગવાન શ્રીરામ ધુન તેમજ ભજન કરી તમામ સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો.


રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો