ઔદ્યોગિક નગરી અંકલેશ્વર સજ્જ: ૧૨૫થી વધુ સ્ટોલ્સ સાથે ત્રિ-દિવસીય મેગા એક્સપોનો પ્રારંભ થશે

અંકલેશ્વર ખાતે ૧૬ એપ્રિલથી ‘૧૬મો એઆઈએ ઈન્ડસ્ટ્રીયલ એક્સપો-૨૦૨૬’ નો પ્રારંભ થશે 


ત્રણ દિવસીય મેગા પ્રદર્શનમાં ૧૨૫થી વધુ સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે: શ્રેષ્ઠ ઉદ્યોગોને આનંદપુરા ટ્રોફીથી નવાજવામાં આવશે

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના આંગણે આગામી તારીખ ૧૬ એપ્રિલથી ત્રણ દિવસ માટે ટેકનોલોજી અને ઉદ્યોગોનો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (AIA) દ્વારા ૧૬માં ‘એઆઈએ - ઈન્ડસ્ટ્રીયલ એક્સપો - ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જીઆઇડીસી સ્થિત ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલ સામેના યુટિલિટી પ્લોટ ખાતે ૧.૨૦ લાખ સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં આ પ્રદર્શન યોજાશે.

આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન આરતી ઈન્ડસ્ટ્રીઝના પ્રેસિડેંટ શ્રી મનોજ કુમાર શર્મા, સુદર્શન ગુજરાત મેન્યુફેચરિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ડી. કે. રાણા તથા કોહિઝોન લાઈફ સાયન્સના ચીફ ઓપરેશન્સ એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સી. બી. ભારદ્વાજના વરદ હસ્તે કરવામાં આવશે.

આ પ્રસંગે એ.આઈ.એ. આનંદપુરા ટ્રોફી વિતરણ કાર્યક્રમ પણ યોજાશે. જેમાં માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ કેટેગરીમાં શ્રેષ્ઠ નિકાસ (Export) અને સૌથી વધુ ઉત્પાદન ટર્નઓવર મેળવનાર એકમોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાશે. આ ઉપરાંત, ઉદાર હાથે દાન આપનાર દાતાઓ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના પૂર્વ ચેરમેનોનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે.

આ પ્રદર્શનમાં ફાર્મા, કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, એન્જીનિયરીંગ, ઇલેક્ટ્રિકલ્સ અને પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપ્મેંટ્સ જેવા વિવિધ ૧૨૫થી વધુ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. ગુજરાતની નામાંકિત વસાહતો જેવી કે વાપી, દહેજ, સાણંદ, ઝગડિયા, પાનોલી, હજીરા અને વડોદરા સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે તેવી શક્યતા છે.

એક્સપોમાં મુલાકાતીઓ માટે પ્રવેશ પ્રક્રિયા સંપુર્ણપણે કોન્ટેક્ટલેસ અને ડિજિટલ રાખવામાં આવી છે. મુલાકાતીઓએ www.ankleshwarexpo.com પર જઈ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને QR Code સ્કેન કરીને પ્રવેશ મેળવી શકાશે. પ્રદર્શનનો સમય સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધીનો રહેશે.

#ગુજરાત ની પડછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ