અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનો દિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી સંસ્થામાં રહેલા 10 મનો દિવ્યાંગ બાળકોને Epigral Limited, દહેજ દ્વારા CSR અંતર્ગત વાર્ષિક દત્તક યોજના હેઠળ આગામી વર્ષ માટે દત્તક લીધા

 એપીગ્રલ લિમિટેડ, દહેજ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્રના 10 મનો દિવ્યાંગ બાળકોને વાર્ષિક દત્તક સહાય



ભરૂચના ત્રાલસા ગામે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનો દિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી સંસ્થામાં રહેલા 10 મનો દિવ્યાંગ બાળકોને Epigral Limited, દહેજ દ્વારા CSR અંતર્ગત વાર્ષિક દત્તક યોજના હેઠળ આગામી વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા.


આ પ્રસંગે એપીગ્રલ (મેઘમણી) કંપનીના ફાઉન્ડર અને ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ પ્રેરણાદાયક રહી હતી.

આ મનો દિવ્યાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષણ, આરોગ્ય, પોષણ, રહેઠાણ તેમજ દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય અને સહયોગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.







ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સમાજના વિશેષ જરૂરિયાત ધરાવતા મનો દિવ્યાંગ બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ઉદ્યોગ જગત અને સામાજિક સંસ્થાઓ વચ્ચેનો સહયોગ વધુ મજબૂત બનવો જરૂરી છે. તેમણે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સંસ્થાના સ્થાપક શ્રી તથા ટ્રસ્ટ મંડળને અભિનંદન પાઠવ્યા હતા.

કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ વિજય વાસુદેવા તથા યુનિટ હેડ રાકેશ દવે એ જણાવ્યું હતું કે સમાજના નબળા અને વિશેષ જરૂરિયાત ધરાવતા વર્ગોના કલ્યાણ માટે કંપની સતત પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી બનતી રહેશે.


કંપનીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા 1 બાળક તથા કંપનીના અધિકારીશ્રીઓ શ્રી વિજય વાસુદેવા, શ્રી નવનીત ગુપ્તા અને ગોપાલ ખત્રી દ્વારા પણ એક-એક બાળકીને વાર્ષિક દત્તક યોજના અંતર્ગત આગામી વર્ષ માટે દત્તક લેવામાં આવી હતી.


અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રમુખ મગનભાઈ હનિયા તથા મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, મનો દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ અને પુનર્વસન માટે કોર્પોરેટ ક્ષેત્રનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દાતાશ્રીઓના આર્થિક સહયોગને કારણે સંસ્થા દ્વારા આવી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ વધુ શ્રેષ્ઠ રીતે કરી શકાય છે.


કાર્યક્રમના અંતે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા Epigral Limited તથા ઉપસ્થિત મહાનુભાવોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

#ગુજરાત ની પડછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ