અંકલેશ્વર-હાંસોટ રોડ પર કડકીયા કોલેજ પાસે બનતો નવો બ્રિજ ચોમાસામાં 'આફત' બની શકે: પ્રકૃતિ સુરક્ષા મંડળની કલેક્ટરને રજૂઆત

અંકલેશ્વર હાંસોટ રોડ પર કડકીયા કોલેજ પાસે બની રહેલ નવા બ્રિજ માટે બનાવાયેલ ડાઈવર્જન ચોમાશા માં આફત રૂપ બની શકે 


આ બાબતે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરાઇ છે.


અંકલેશ્વર હાંસોટ રોડ પર કડકીયા કોલેજ પાસે સમય ની માંગ નુજબ નવા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહેલ છે અને તે માટે માર્ગ ને ડાઈવર્જન આપવામાં આવેલ છે જે માટે હંગામી બ્રિજ બનાવવામાં આવેલ છે. આ હંગામી હોવાના લીધે ઓછી ઊંચાઈ અને પાણી ના વહન માટે પાઈપો નાખવામાં આવેલ છે.  


બ્રિજ ની કામગીરી ચોમશાં ની ઋતુ ની શરૂઆત પેહલા ચાલુ કરવામાં આવેલ છે. આ કામગીરી પેહલા કરવી જરૂરી હતી. અને હવે આ કામગીરી ચોમાશા પેહલા પૂરું થવાની શક્યતા ઓછી દેખાય છે. કામગીરી દરમ્યાન ચોમાશા ની ઋતુ ની આગમન ની શક્યતાઓ રહેલી છે. અને જો ચોમાશા માં વધારે વરસાદ આવશે તો આ નાખેલ પાઈપો પાણી ના વહન માટે અપૂરતી બની રેહશે અને પાણી ડાઈવર્જન ના ઉપરથી પસાર થસે જેથી વાહન વ્યવહાર ખોળવાઈ શકે છે. અને ડાઈવર્જન પણ ધોવાઈ જવાની શક્યતાઓ છે. આ ધોવાણ ના કારણે ખાડી માં માટી પુરાણ થસે, પાણી ના દબાણ ના લીધે પિરામણ ગામ અને અંકલેશ્વર શહેર માં પણ વાહન વ્યવહાર ખોરવાઇ શકે છે. જાન માલ ને નુકશાન થઈ શકે છે.



પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલ દ્વારા જણાવેલ છે કે અમાએ સ્થળ મુલાકાત કરી છે અને સ્થળ પર ની કામગીરી જોઈ છે અને એ જોતાં આ કામગીરી ચોમાશા પેહલા પૂર્ણ થાય એવી શક્યતાઓ દેખાતી નથી. સ્થળ પર હાલ તો જૂન બ્રિજ ના પાયા ને તોડવાની કામગીરી ચાલી રહેલ છે. ત્યાં કામ કરતાં કોન્ટ્રાકટર ના પ્રતિનિધિએ પણ જણાવેલ છે કે ચોમાશા પેહલા કામગીરી પૂર્ણ થાય એવી શક્યતા નથી. આ બાબતે કલેકટર સાહેબ અને માર્ગ અને મકાન વિભાગ ના અધિકારી ને લેખિત માં જણાવી માંગ કરી છે કે (૧) આ કામગીરી ચોમાશા પેહલા પૂર્ણ થાય એવા પ્રયત્ન કરવા.(૨) આ ડાઈવર્જન માં વર્ષાઋતુ ના ભારે વરસાદ ના પાણી ના નિકાલ થાય એવી વ્યવસ્થા કરવી.

સલીમ પટેલ ને માર્ગ અને મકાન ના અધિકારીએ જણાવેલ છે કે "અમારા આયોજન મુજબ અમો ચોમાશા પેહલા જરૂરી કામગીરી પૂર્ણ કરીશું. પાણી નો અવરોધ ના થાય એવા પ્રયત્નો કરીશું."


#ગુજરાત ની પડછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ