વેજલપુર અંબેમાતા વિદ્યાલય ખાતે ‘વંદે માતરમ ઉદ્ઘોષ અભિયાન’ યોજાયું

વેજલપુર અંબેમાતા વિદ્યાલય ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ‘વંદે માતરમ ઉદ્ઘોષ અભિયાન’ યોજાયું


સ્વદેશી ભારતની ધરોહર તેમજ થીમ પર અપાયો ભાર



અંબેમાતા વિદ્યાલય અને સાનિધ્ય શાળા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન


ભારતીય જનતા યુવા મોરચા, ભરૂચ શહેર દ્વારા યુવાનો અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિ તથા રાષ્ટ્રભાવનાનો સંચાર કરવાના શુભ હેતુથી "વંદે માતરમ ઉદ્ઘોષ અભિયાન" હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે વેજલપુર સ્થિત અંબેમાતા વિદ્યાલય તથા ભરૂચ શહેરની પ્રથમ શાળા સાનિધ્યના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમની શરૂઆત સાથે જ સમગ્ર શાળા કેમ્પસ ‘વંદે માતરમ’ના મધુર ગીત અને ભારત માતાની જયના ગુંજતા નારાઓથી દેશભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને આગેવાનોમાં રાષ્ટ્રપ્રેમનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે વક્તાઓ દ્વારા દેશની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહરના જતન અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના મહત્ત્વ અને તેની પ્રાથમિકતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ તકે ‘સ્વદેશી ભારત’ના સંકલ્પને વધુ વેગ આપવા માટે વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષક પેઇન્ટિંગ અને રચનાત્મક સંદેશાઓ તૈયાર કરીને જાગરૂકતા ફેલાવવાનો સફળ પ્રયાસ કરાયો હતો.


આ રાષ્ટ્રભક્તિના પ્રકલ્પમાં ભાજપના અનેક હોદ્દેદારો, સામાજિક આગેવાનો અને શાળા પરિવારે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.


ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી,ભાજપ હોદેદારો મનોજ મહેતા, ભાવિક મેહતા, ફેનિલ સુથાર, નીતિન મિસ્ત્રી, પિયુષ મિસ્ત્રી પૂર્વ કાઉન્સિલર ટીનેશ મિસ્ત્રી, ખારવા સમાજના ટ્રસ્ટીગણ અંબેમાતા સ્કૂલના પ્રિન્સિપાલ હરેન્દ્ર ભગત તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવવા અને દેશની ધરોહરનું જતન કરવાના સંકલ્પ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

#ગુજરાત ની પરછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ