વેજલપુર અંબેમાતા વિદ્યાલય ખાતે ‘વંદે માતરમ ઉદ્ઘોષ અભિયાન’ યોજાયું
વેજલપુર અંબેમાતા વિદ્યાલય ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ‘વંદે માતરમ ઉદ્ઘોષ અભિયાન’ યોજાયું સ્વદેશી ભારતની ધરોહર તેમજ થીમ પર અપાયો ભાર અંબેમાતા વિદ્યાલય અને સાનિધ્ય શાળા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા યુવા મોરચા, ભરૂચ શહેર દ્વારા યુવાનો અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિ તથા રાષ્ટ્રભાવનાનો સંચાર કરવાના શુભ હેતુથી "વંદે માતરમ ઉદ્ઘોષ અભિયાન" હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે વેજલપુર સ્થિત અંબેમાતા વિદ્યાલય તથા ભરૂચ શહેરની પ્રથમ શાળા સાનિધ્યના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સાથે જ સમગ્ર શાળા કેમ્પસ ‘વંદે માતરમ’ના મધુર ગીત અને ભારત માતાની જયના ગુંજતા નારાઓથી દેશભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને આગેવાનોમાં રાષ્ટ્રપ્રેમનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે વક્તાઓ દ્વારા દેશની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહરના જતન અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના મહત્ત્વ અને તેની પ્રાથમિકતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ તકે ‘સ્વદેશી ભારત’ના સંકલ...