Posts

Showing posts from February, 2025

જંબુસર તાલુકાના નહાર ગામ શાળા માં મેઘા સાયન્સ ફેર નું આયોજન કરવામાં આવ્યું

Image
પ્રથમ સંસ્થા અને પીઆઇ ફાઉન્ડેશન માધ્યમથી જંબુસર તાલુકાના નહાર ગામ શાળા માં મેઘા સાયન્સ ફેર નું આયોજન કરવામાં આવ્યું  રિપોર્ટર, દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર આ મેઘા સાયન્સ ફેર માં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જંબુસર તાલુકાના ટીડીઓ શ્રી ઉમેશ પટેલ તાલુકા શિક્ષણ પ્રમુખ દિનેશભાઈ મકવાણા નાહાર ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી મહેશભાઈ મોરી સીઆર સી સાહેબ અમૃતભાઈ સાહેબ પ્રથમમાંથી કોર્ડીનેટર શ્રી દીપકભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ મેઘા સાયન્સ ફેરમાં 50 જેટલા બાળકો દ્વારા 45 જેટલી કૃતિ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ નહારગામ ની આજુબાજુ ગામની શાળાઓ કાવી કુમાર રુનાડ ગામ ટીબી તેમજ સીગામ વગેરે શાળાઓ કુલ 830 બાળકો સાયન્સ મેગાફેર નિહાર્યો હતો. #gujaratniparchhai 

ઝઘડિયા તાલુકાના રાણીપુરા-ઉચેડીયા ગામમાં ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિ ઝડપાઈ

Image
રાણીપુરા-ઉચેડીયા ગામમાં દરોડા, એક્સકેવેટર સહિત 13 વાહનો જપ્ત ઝઘડિયા તાલુકાના રાણીપુરા-ઉચેડીયા ગામમાં ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિ ઝડપાઈ છે. ફ્લાઇંગ સ્ક્વોડ સુરત, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચ તેમજ મામલતદાર ઝઘડિયાની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આકસ્મિક તપાસ દરમિયાન નર્મદા નદીપટ્ટ વિસ્તારમાં ચાલી રહેલા બિનઅધિકૃત રેતી ખનન અને વહનની પ્રવૃત્તિ પકડી પાડવામાં આવી. તપાસ દરમિયાન અધિકારીઓએ એક એક્સકેવેટર મશીન, એક યાંત્રિક નાવડી અને 11 ડમ્પરો જપ્ત કર્યા છે. અધિકારીઓએ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. અધિકારીઓ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. #gujaratniparchhai 

વાગરા વન વિભાગે આજે એક મહત્વપૂર્ણ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું

Image
યોગી સોલ્ટ ફેક્ટરીમાં ઘૂસેલા મગરને વન વિભાગે સુરક્ષિત રીતે પકડ્યો વાગરા વન વિભાગે આજે એક મહત્વપૂર્ણ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે. પણીયાદરા સ્થિત યોગી સોલ્ટ ફેક્ટરીમાં એક મગર ઘૂસી આવ્યાની માહિતી વન વિભાગને મળી હતી. માહિતી મળતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે ભારે જહેમત બાદ મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. મગરને કોઈપણ જાતની ઈજા ન થાય તે રીતે સુરક્ષિત રીતે પકડવામાં આવ્યો હતો. રેસ્ક્યુ બાદ મગરને વાગરા વન કચેરી ખાતે લાવવામાં આવ્યો છે. નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણના માર્ગદર્શન હેઠળ પશુ ચિકિત્સક દ્વારા મગરનું સંપૂર્ણ ચેકઅપ કરવામાં આવ્યું છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે મગરના સ્વાસ્થ્યની તપાસ બાદ તેને તેના કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન વન વિભાગની ટીમે વન્યજીવ સંરક્ષણની ઉત્તમ કામગીરી બજાવી છે. #gujaratniparchhai 

ગૌવંશની હેરાફેરી પોલીસે એક ખાટકીને પકડી ગાય અને ટેમ્પો સહિત 60 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો, બે ફરાર

Image
અંકલેશ્વર કસાઈવાડ માંથી ગૌવંશની હેરાફેરી પોલીસે એક ખાટકીને પકડી ગાય અને ટેમ્પો સહિત 60 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો, બે ફરાર અંકલેશ્વર શહેરના કસાઈવાડ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી ગૌવંશની હેરાફેરી કરતા એક ખાટકીની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કસાઈવાડમાં થ્રી વ્હીલર ટેમ્પોમાં ગૌવંશની હેરાફેરી થઈ રહી હોવાની માહિતી મળી હતી. પોલીસે દરોડા દરમિયાન કસાઈવાડ ફરીદ બેકરી પાસે રહેતા અતીક એહમદ કુરેશીની ધરપકડ કરી છે. જ્યારે તેના બે સાથીઓ કદીર અલ્લારખા કુરેશી અને સાહિદ ઉર્ફે તાઉ રસીદ કુરેશી ગલીઓમાં થઈને ફરાર થઈ ગયા છે. પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 10 હજારની કિંમતની એક ગાય અને ટેમ્પો મળી કુલ 60 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. #gujaratniparchhai 

મહાશિવરાત્રી પર્વ નિમિતે પ્રસાદી એકતા એજ લક્ષ્ય સંગઠન તરફથી પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું

Image
એકતા એજ લક્ષ્ય સંગઠન તરફ થી મહાશિવરાત્રી પર્વ નિમિતે પ્રસાદી નું વિતરણ કરાયું. આજ રોજ મહા શિવરાત્રી એટલે કે દેવાધી દેવ મહાદેવ માં નિરાકાર સ્વરૂપ લિંગ પ્રાગટ્ય દિવસ જેનો ઉલ્લેખ શિવ મહાપુરાણ માં કરાયો છે. અને સર્વ પ્રથમ ભગવાન બ્રમ્હા અને વિષ્ણુ દ્વારા શિવલિંગ ની પૂજા કરવામાં આવી હતી.  એકતા એજ લક્ષ્ય સંગઠન ભરૂચ માં હિન્દુત્વ તેમજ સમાજ સેવા લક્ષી કાર્યો કરતું જ રહે છે ત્યારે આજ રોજ મહા શિવરાત્રી ના પાવન પર્વે લિંક રોડ સ્થિત ગંગેશ્વર મહાદેવ ના મંદિર પાસે બટાકા ની સૂકી ભાજી નું ભાવ પૂર્વક શિવ ભક્તો માં વિતરણ કરાયું હતું. ઉપરાંત દરેક ભક્તો ને આવા સેવાકીય કર્યો માં જોડાવા અને હિંદુ સમાજ ને સશક્ત બનાવવા માટે અપીલ પણ કરાઈ હતી. સમગ્ર સંચાલન એકતા એજ લક્ષ્ય સંગઠન ના સક્રિય કાર્યકર્તાઓ હિન્દુ વિકાસ ભાઈ મહેતા, હિન્દુ વિકાસ ભાઈ સ્વામિદાસ, હિન્દુ જીજ્ઞેશ ભાઈ પટેલ, હિન્દુ પૃથ્વીરાજ સિંહ રાઠોડ , હિન્દુ જય ભાઈ ચોકસી , હિન્દુ વિશાલ ભાઈ , હિન્દુ સ્નેહલ ભાઈ ,હિન્દુ દિપાલી બેન , હિન્દુ દિવ્યા બેન , હિન્દુ ખુશી બેન , હિન્દુ શ્વેતાબેન અને અન્ય ભાઈઓ ના સહકાર થી પાર પાડવામાં આવ્યો હતો. સંગઠન નું ભક્તો જોડે ન...

વેજલપુર ખાતે ખારવા, હાંસોટી,માછી સમાજ નો પાંચમો સમુહ લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો

Image
સમસ્ત ખારવા–હાંસોટી–માછી સમાજ વેજલપુર ભરૂચ ખાતે પાંચમો સમુહ લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો રિપોર્ટર, ભરૂચ પિયુષ મિસ્ત્રી  આપણા સમાજમાં આજ–કાલ લગ્નોમાં ઘણા ખોટા ખર્ચો થતાં હોય છે. લોકોના દબાણ હેઠળ સામાન્ય વર્ગો પણ લાખોનો ખર્ચ કરી દેવાના ડુંગર તળે આવી જતો હોય છે અથવા તો જીવનભરની મૂડી ખર્ચી નાંખતા જોવા મળે છે. ફક્ત દેખા–દેખીથી લગ્નમાં ખોટા ખર્ચા કરવાના બદલે સમુહ લગ્નોત્સવમાં જોડાવું તે જ આજના મોંઘવારીના સમયમાં સાચી સમજણ છે. સમુહ લગ્નોત્સવ થકી પોતાના દીકરા–દીકરીના લગ્ન કરાવે તે પરિવાર સમજણો પરિવાર છે.ઘણા એવા અહેવાલો પ્રાપ્ત થાય છે કે, લગ્ન પ્રસંગ બાદ ઘણાં પરિવારો દેવામાં ડૂબી જાય છે. દીકરાના સુખી સંસાર માટે આપણે લગ્નગ્રંથિથી જોડીએ છીએ પરંતુ જો લગ્નમાં લાખોનું દેવું કરી લગ્ન કરશો તો આ નવયુગલ ક્યારેય સ્વમાનભેર જીવન જીવી શકે તેમ આર્થિક સ્થિતિમાં આવી શકે નહિં. લગ્નમાં દેખાડો નહીં સમજણ જરૂરી છે. દરેક સમાજ શ્રેષ્ઠીઓએ સમુહ લગ્નોના આયોજન કરી લગ્નોમાં થતા ખોટા ખર્ચના દૂષણને નાથવાના પ્રયત્નો કરવા જોઇએ. નવયુગલને દેવું નહીં થોડી મૂડી આપીએ એવા લક્ષ્ય સાથે ખારવા સમાજ–ભરૂચ, માછી સમાજ–ભરૂચના અગ્રણીઓએ સમૂહલગ...

જંબુસર બીએપીએસ મંદિર ખાતે એકશામ બહેનો કે નામ અંતર્ગત મહિલા સંમેલન યોજાયું

Image
જંબુસર બીએપીએસ મંદિર ખાતે એકશામ બહેનો કે નામ અંતર્ગત મહિલા સંમેલન યોજાયું જેમાં એવોર્ડ આપી મહિલાઓને સન્માનિત કરાયા  રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર જંબુસર બીએપીએસ મંદિર ખાતે મહિલા વિકાસ મહામંડળ દ્વારા આતાપી સેવા ફાઉન્ડેશનની મદદથી પીઆઇ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી જંબુસર તાલુકાની 6000 જેટલી મહિલાઓના યોગદાન અને તેમના અનન્ય પ્રગતિ પથને ઉજવવા એક શામ બહેનો કે નામ એવોર્ડ નાઇટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા મંચ પ્રમુખ અને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત ઉષાબેન, પારુલ યુનિવર્સિટી પ્રોફેસર શ્રુતિ ભોંસલે, દીપક મકવાણા,ડીએલએમ પ્રવીણભાઈ વસાવા ,પીએસઆઇ વૈશાલીબેન આહીર,આતાપી સીઈઓ નંદની શ્રીવાસ્તવ,ડાયરેક્ટર ચંદ્રિકાબેન મકવાણા, લીનાબેન, ધનુબેન રણા, સહિત ઉપસ્થિત રહ્યા હતા.  કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના ત્યારબાદ બહેનો દ્વારા પરંપરાગત પોશાકમાં વિવિધતામાં એકતાનું દર્શન કરાવ્યું અને સંદેશ આપ્યો હતો કે અમે અલગ છે. પણ એક સમાન એક સાથે છે. ત્યારબાદ અલગ અલગ નૃત્ય સાથે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે સ્વ સહાય જૂથના બહેનોને શ્રેષ્ઠ મહિલા ખેડૂત ૧૦૦, શ્રેષ્ઠ ડેરી એવોર્ડ પાંચ, 15 એસ એચ જી એ...

જંબુસરના નવયુગ વિદ્યાલયના આચાર્યનું પારુલ યુનિવર્સિટી દ્વારા એવોડ આપી સન્માન

Image
નવયુગ વિદ્યાલયના આચાર્યનું પારુલ યુનિવર્સિટી દ્વારા એવોર્ડ આપી સન્માન  રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર વર્ષ 2024માં બોર્ડનું 100% પરિણામ ધરાવતી ભરૂચ જિલ્લાની શાળાઓના આચર્યોનું પારુલ યુનિવર્સિટી દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારી ઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું.  નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આ સન્માન અમારું એકલાનું નથી શાળાનું, શાળા મંડળનું ,શાળાના શિક્ષકોનું , શાળાના વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું સન્માન છે.  ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પારુલ યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે આચાર્યમાં નેતૃત્વ વિકાસ અને વ્યવસાયિક સજ્જતા બાબતે પરિ સંવાદ યોજાયો હતો જેમાં ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પારૂલ યુનિવર્સિટીના સદસ્ય મયુરભાઈ મકવાણા ભારે જહેમત ઉઠાવી હતી. #gujaratniparchhai 

સુપરસ્ટાર શારૂખખાનના મકાનમાં ઘૂસનાર ઈસમ ચોરીના આરોપમાં ભરૂચથી ઝડપાયા

Image
સુપરસ્ટાર શારૂખખાનના મકાનમાં ઘૂસનાર ઈસમ ચોરીના આરોપમાં ઝડપાયો,નિવૃત આર્મીમેનના ઘરમાં કરી હતી ચોરી શાહરૂખખાનના મકાનના ત્રીજા માળ સુધી પહોંચનાર ઇસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા ભરૂચમાં નિવૃત્ત આર્મીમેનના મકાનમાં થઈ હતી ચોરી પોલીસે સીસીટીવીના આધારે આરોપીની કરી ધરપકડ રૂ.2 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરાયો પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો આરોપી સુપરસ્ટાર શાહરુખ ખાનના ઘરમાં પણ ઘૂસ્યો હતો એક વર્ષ પહેલા સુપર સ્ટાર શાહરૂખખાનના મકાનના ત્રીજા માળ સુધી પહોંચનાર ઇસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા છે.પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોનાપાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશી આઠ તોલા સોનાના દાગીના ચાંદી તથા રોકડા સવા બે લાખની મત્તા ઉપર હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં મથકમાં નોંધાઈ હતી.આ મામલે બી ડિવીઝન પોલીસ મથકના પીઆઈ આ...

ગેરકાયદેસર કેમીકલ વેસ્ટ નિકાલના ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

Image
ગણતરીના દિવસોમાં ગેરકાયદેસર કેમીકલ વેસ્ટ નિકાલના ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પાનોલી પો.સ્ટે. વિસ્તારના બાકરોલ ગામની સીમમાં કેનાલમાં માનવજીવન તથા પર્યાવરણને નુકશાનકારક કેમીકલ વેસ્ટ નિકાલ કરનાર પાંચ ઇસમોને આઇસર ટેમ્પો સાથે ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ગેરકાયદેસર કેમીકલ વેસ્ટ નિકાલના ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ગઇ તા.૧૪/૦૨/૨૦૨૫ ના કલાક-૦૯/૦૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે મોજે બાકરોલ ગામમાં નિકળતી કેનાલમાં કોઇ અજાણ્યા ઇસમ/એકમ દ્વારા માનવજીવન તથા પર્યાવરણને નુક્શાનકારક કેમીકલ વેસ્ટ કોઇ વાહનમાં ભરી લાવી કેનાલમાં ઢોળતા કેનાલમાં રહેલ માછલીઓ મરણ ગયેલ તથા માનવજીવન તથા પર્યાવરણને નુકશાન કરેલ હોય જે બાબતે ફરીયાદી શિલ્પાબેન જયસુખભાઇ ભલાણી ઉ.વ.૪૪ રહે, એમ-૩૧, આર.કે.કાઉન્ટી, તવરા રોડ, ઝાડેશ્વર, તા.જી.ભરૂચ નાઓએ આ બાબતે ફરીયાદ આપતા પાનોલી પોલીસ સ્ટેશન.પાર્ટ બી ગુ.ર.નં-૧૧૧૯૯૦૬૦૨૫૦૦૪૯/૨૦૨૫ બી.એન.એસ કલમ ૨૭૯,૩૨૪(૨) તથા પર્યાવરણ સરંક્ષણ અધિનિયમ ૧૯૮૬ ની કલમ ૧૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા એલ.સી.બી. ભરૂચનાઓએ ટીમો સાથે ગુનાવાળી જગ્યાની વીઝીટ કરી, એલ.સી.બી.ની અલગ-અલગ...

જંબુસર શહેર ધન્વંતરિ આરોગ્ય રથ ને 2 વર્ષ પૂર્ણ થતા જંબુસરના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પીટલ ખાતે ઉજવણી કરવામાં આવી

Image
ભરૂચ જિલ્લામાં જંબુસર શહેર ધન્વંતરિ આરોગ્ય રથ ને 2 વર્ષ પૂર્ણ થતા જંબુસરના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પીટલ ખાતે ઉજવણી કરવામાં આવી રિપોટ, દેવેન્દ્ર મીસ્ત્રી જંબુસર બાંધકામ બોર્ડ અને ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ જંબુસર ને બે વર્ષ પૂર્ણ થતા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ઓમકારાન દેસાઈ સર અને ધનવંતરી આરોગ્ય રથ ના મેડીકલ ઓફીસર ડો પ્રીતિ બારીયા અને સહ કર્મચારીઓ અને ધનવંતરી બોર્ડના પ્રોજેક્ટ કોર્ડીનેટર ચેતન જાદવ સાથે રહીને કેક કાપીને બે વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરેલ હતી. બાંધકામ સ્થળે શ્રમિક વસાહતો અને કડિયા નાકા પર જઈને શ્રમિકોને નિશુલ્ક પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને લેબોરેટરી ટેસ્ટ ૨૬૦૫૭ જેટલા કરીને બધા લાભાર્થીઓને લાભો આપેલ છે જે પૈકી જંબુસરના આરોગ્ય રથ માં ૫૭૦૪૩ જેવી ઓપીડી બે વર્ષમાં કરેલ છે આરોગ્ય રથમાં શ્રમ કાર્ડ અને ૪૮૦૦ ઇ નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે આ બધા કાર્યોમાં મેડિકલ ઓફિસર થી લઈને લેબલ કાઉન્સિલર અને અન્ય સ્ટાફ નો પણ સંપૂર્ણ એક સમાન યોગદાન રહેલું છે. #gujaratniparchhai 

અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઈટમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી

Image
અંકલેશ્વરની ડમ્પીગ સાઈટમાં ભીષણ આગ,બે કલાકની ભારી ભારી જહેમત બાદ આગ કાબુ માં આવી  11 ફાયર ફાઈટર્સે બે કલાકની જહેમત બાદ કાબૂમાં લીધી અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઈટમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બેઇલ કંપનીની બાજુમાં આવેલી આ ડમ્પિંગ સાઈટમાં મોટા પ્રમાણમાં ડોમેસ્ટિક વેસ્ટ જમા થયેલો હતો, જેમાં અચાનક આગ લાગતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડી.પી.એમ.સી.ના 11 ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઈટર્સે લગભગ અઢી કલાકની સખત મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના વધુ ચિંતાજનક એટલા માટે છે કે માત્ર બે દિવસ પહેલાં જ ભરૂચ નગર સેવા સદનની કાસદ ગામ નજીક આવેલી હંગામી ડમ્પિંગ સાઈટમાં પણ આવી જ આગ લાગી હતી. આમ, ભરૂચ જિલ્લામાં માત્ર બે દિવસમાં બે અલગ-અલગ ડમ્પિંગ સાઈટ પર આગ લાગવાની ઘટનાઓ બની છે, જે સ્થાનિક વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બની છે. #gujaratniparchhai 

ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવતી અંબેમાતા વિદ્યાલયની વિદ્યાર્થીની કાવેરી ખરે.

Image
ભરૂચ જિલ્લાનું ગૌરવ રાજ્યકક્ષા કલા ઉત્સવ 2024-25 માં "સંગીત ગાયન"સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવતી અંબેમાતા વિદ્યાલયની વિદ્યાર્થીની કાવેરી ખરે. GCERT ગાંધીનગર પ્રેરિત પાંચ જીલ્લાનો રાજ્ય કક્ષાનો " કલા ઉત્સવ "શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે તારીખ 10/11/12 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાયો, જેમાં ભરૂચ જિલ્લા રચનાત્મક કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત અંબેમાતા વિદ્યાલયની વિદ્યાર્થીની કાવેરી વિજયભાઈ ખરે "સંગીત ગાયન" સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લા અને અંબેમાતા વિદ્યાલયને ગૌરવાન્વિત કર્યા તે બદલ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતિ સ્વાતીબા રાઓલ મેડમ, ટ્રસ્ટના પ્રમુખશ્રી તેમજ અંબેમાતા વિદ્યાલયના પરિવારે વિજેતા કાવેરી ખરે તેમજ પ્રોત્સાહન આપનાર આચાર્યશ્રી હરેન્દ્રભાઈ ભગત અને સહયોગી શિક્ષિકા શ્રીમતી ઉમાબેન પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.  #gujaratniparchhai 

ભાજપની દિલ્હીમાં પ્રચંડ જીતને લઈ ભરૂચ ના કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયઉત્સવ મનાવ્યો

Image
દિલ્હી ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત,ભરૂચના કાર્યકરોએ ફટાકડા ફોડી મનાવ્યો વિજયોત્સવ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રંચડ વિજય થતાં ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલા કારમા પરાજયના કારણે ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે, જે રીતે દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને નકારી છે, તે જ રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ AAPના ધારાસભ્યોને મતદારો નકારશે. દિલ્હીના પરિણામોએ સ્થાનિક નેતૃત્વને વધુ મજબૂત બનાવ્યું છે, અને આગામી ચૂંટણીઓ માટે પાર્ટીની રણનીતિને આપ્યો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રંચડ વિજય થતાં ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત ર...

કોંગ્રેસપાર્ટી ના અગ્રણીઓ દ્વારા જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ રેલી નું આયોજન કરવામાં આવ્યું

Image
નેત્રંગ ના કોંગ્રેસપાર્ટી ના અગ્રણીઓ દ્વારા જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ, દિવ્યાંગ મીસ્ત્રી  પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ જિલ્લાઓમાં જય બાપુ, જય ભીમ, જય સંવિધાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણી શેર ખાન પઠાણ અને નેત્રંગ તાલુકા ના કોંગ્રેસ પાર્ટી ના આગેવાનો દ્વારા આજ રોજ જય બાપુ, જય ભીમ , જય સંવિધાન નારા સાથે પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જે નેત્રંગ બિરસા મુંડા ચોક ખાતે ભગવાન બિર્ષા મુંડા ને ફૂલ-હાર પેહરાવી શરૂઆત કરવા માં આવી હતી, જે નેત્રંગ ચાર રસ્તા થી નેત્રંગ લાલ મંટોડી થી લઇ ને જીન બજાર, જવાહર બજાર થઇ ચાર રસ્તા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. જે માં આગેવાન શેરખાન પઠાણ,ધનરાજ વસાવા,સુરેન્દ્ર વસાવા અને મોહસીન પઠાણ સહિતના કાર્યકરો સાથે મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા, #gujaratniparchhai 

આંબાખાડી ગામે આંક ફરકના આંકડાનો જુગાર રમાડતી મહિલા ઝડપાઇ

Image
નેત્રંગ તાલુકાના આંબાખાડી ગામે આંક ફરકના આંકડાનો જુગાર રમાડતી મહિલા ઝડપાઇ રિપોર્ટ, દિવ્યાંગ મીસ્ત્રી  પોલીસે ઘટના સ્થળેથી આંકડા લખેલ સ્લિપબુક સહિત રોકડા રુપિયા ૮૨૦ નો મુદ્દામાલ કબ્જે લીધો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના આંબાખાડી બિલોઠી ગામે આંક ફરકના આંકડાનો જુગાર રમાડતી એક મહિલાને પોલીસે ઝડપી લીધી હતી. નેત્રંગ પીઆઇ આર.સી.વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે આંબાખાડી બિલોઠી ગામમાં રહેતા વિનાબેન સુનિલભાઇ વસાવા પોતાની પાનપડીકીની દુકાનની પાછળ ખુરશી પર બેસીને આંક ફરકના આંકડા લખીને જુગાર રમાડે છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા સ્થળ ઉપર સદર મહિલા ખુરશી પર બેસીને આંક ફરકના આંકડા લખતા હતા,અને એક ઇસમ કંઇક લખાવતો હતો. પોલીસને જોઇને આ ઇસમ સ્થળ ઉપરથી નાશી ગયો હતો. પોલીસે સ્થળ ઉપર આંકડા લખતી સદર મહિલાને વિવિધ આંકડા લખેલ સ્લિપ બુક બોલપેન અને કાર્બન પેપર સહિત રોકડા રૂપિયા ૮૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી. પોલીસે આ મહિલા વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. #gujaratniparchhai 

કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવો અંતર્ગત કાર્યક્રમ જંબુસરમાં યોજાયો

Image
જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવો અંતર્ગત કાર્યક્રમ યોજાયો  રિપોર્ટ, દેવેન્દ્ર મીસ્ત્રી  જંબુસર કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવો ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી વિરુદ્ધ જે નિવેદન ગૃહમંત્રી દ્વારા આપવામાં આવેલ તેના વિરુદ્ધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમ માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.  17 ડિસેમ્બર 2024 ના રોજ ગૃહ મંત્રી અમિતભાઈ શાહે આંબેડકરજી ની મજાક ઉડાવી, જાતિ, ભેદભાવ વિરુદ્ધ આંબેડકરજીના પ્રયત્નોનું અપમાન કર્યું હતું. જે આંબેડકરજીને પૂજે તેવા કરોડો ભારતીયોની ભાવનાઓની મજાક ઉડાવી,સંવિધાન જે સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાય પર આધારિત છે. અને એ ગંભીર ખતરામાં છે. ગાંધીજી અને આંબેડકરજીના થયેલ અપમાનના વિરોધમાં જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોર્ટ બારણા ખાતે માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ શરદસિંહ રાણા, શહેર પ્રમુખ ઈરફાનભાઇ પટેલ, વિપક્ષ નેતા સાકીરભાઇ મલેક સહિતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પમાંળા અર્પણ કરવામાં આવી હતી. અને બેનરો લઈ સૂત્રોચાર પોકાર્યા...