જંબુસરના નવયુગ વિદ્યાલયના આચાર્યનું પારુલ યુનિવર્સિટી દ્વારા એવોડ આપી સન્માન

નવયુગ વિદ્યાલયના આચાર્યનું પારુલ યુનિવર્સિટી દ્વારા એવોર્ડ આપી સન્માન 

રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર

વર્ષ 2024માં બોર્ડનું 100% પરિણામ ધરાવતી ભરૂચ જિલ્લાની શાળાઓના આચર્યોનું પારુલ યુનિવર્સિટી દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારી ઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું. 

નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આ સન્માન અમારું એકલાનું નથી શાળાનું, શાળા મંડળનું ,શાળાના શિક્ષકોનું , શાળાના વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું સન્માન છે. 

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પારુલ યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે આચાર્યમાં નેતૃત્વ વિકાસ અને વ્યવસાયિક સજ્જતા બાબતે પરિ સંવાદ યોજાયો હતો જેમાં ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં પારૂલ યુનિવર્સિટીના સદસ્ય મયુરભાઈ મકવાણા ભારે જહેમત ઉઠાવી હતી.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો