ભાજપની દિલ્હીમાં પ્રચંડ જીતને લઈ ભરૂચ ના કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયઉત્સવ મનાવ્યો

દિલ્હી ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત,ભરૂચના કાર્યકરોએ ફટાકડા ફોડી મનાવ્યો વિજયોત્સવ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રંચડ વિજય થતાં ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલા કારમા પરાજયના કારણે ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે, જે રીતે દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને નકારી છે, તે જ રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ AAPના ધારાસભ્યોને મતદારો નકારશે. દિલ્હીના પરિણામોએ સ્થાનિક નેતૃત્વને વધુ મજબૂત બનાવ્યું છે, અને આગામી ચૂંટણીઓ માટે પાર્ટીની રણનીતિને આપ્યો છે.


દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રંચડ વિજય થતાં ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો