ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવતી અંબેમાતા વિદ્યાલયની વિદ્યાર્થીની કાવેરી ખરે.

ભરૂચ જિલ્લાનું ગૌરવ

રાજ્યકક્ષા કલા ઉત્સવ 2024-25 માં "સંગીત ગાયન"સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવતી અંબેમાતા વિદ્યાલયની વિદ્યાર્થીની કાવેરી ખરે.



GCERT ગાંધીનગર પ્રેરિત પાંચ જીલ્લાનો રાજ્ય કક્ષાનો " કલા ઉત્સવ "શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે તારીખ 10/11/12 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાયો, જેમાં ભરૂચ જિલ્લા રચનાત્મક કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત અંબેમાતા વિદ્યાલયની વિદ્યાર્થીની કાવેરી વિજયભાઈ ખરે "સંગીત ગાયન" સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લા અને અંબેમાતા વિદ્યાલયને ગૌરવાન્વિત કર્યા તે બદલ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતિ સ્વાતીબા રાઓલ મેડમ, ટ્રસ્ટના પ્રમુખશ્રી તેમજ અંબેમાતા વિદ્યાલયના પરિવારે વિજેતા કાવેરી ખરે તેમજ પ્રોત્સાહન આપનાર આચાર્યશ્રી હરેન્દ્રભાઈ ભગત અને સહયોગી શિક્ષિકા શ્રીમતી ઉમાબેન પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. 

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો