કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવો અંતર્ગત કાર્યક્રમ જંબુસરમાં યોજાયો

જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવો અંતર્ગત કાર્યક્રમ યોજાયો 


રિપોર્ટ, દેવેન્દ્ર મીસ્ત્રી 

જંબુસર કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવો ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી વિરુદ્ધ જે નિવેદન ગૃહમંત્રી દ્વારા આપવામાં આવેલ તેના વિરુદ્ધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમ માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. 

17 ડિસેમ્બર 2024 ના રોજ ગૃહ મંત્રી અમિતભાઈ શાહે આંબેડકરજી ની મજાક ઉડાવી, જાતિ, ભેદભાવ વિરુદ્ધ આંબેડકરજીના પ્રયત્નોનું અપમાન કર્યું હતું. જે આંબેડકરજીને પૂજે તેવા કરોડો ભારતીયોની ભાવનાઓની મજાક ઉડાવી,સંવિધાન જે સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાય પર આધારિત છે. અને એ ગંભીર ખતરામાં છે. ગાંધીજી અને આંબેડકરજીના થયેલ અપમાનના વિરોધમાં જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોર્ટ બારણા ખાતે માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ શરદસિંહ રાણા, શહેર પ્રમુખ ઈરફાનભાઇ પટેલ, વિપક્ષ નેતા સાકીરભાઇ મલેક સહિતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પમાંળા અર્પણ કરવામાં આવી હતી. અને બેનરો લઈ સૂત્રોચાર પોકાર્યા હતા. ગાંધીજી અને આંબેડકરજી નું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન જય ભીમ, જય બાપુ,જય સંવિધાન સહિત સૂત્રો પોકાર્યા હતા. ભારત દેશની એકતાને ખંડન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશની ભાવના દુભાયેલી છે. ભાજપ દ્વારા કોર્પોરેટ પક્ષપાત સહિતની વ્યથા ને લઈ વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ, હોદેદારો, કાર્યકરો હાજર રહ્યા હતા.

#gujaratniparchhai 



Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ