જંબુસર શહેર ધન્વંતરિ આરોગ્ય રથ ને 2 વર્ષ પૂર્ણ થતા જંબુસરના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પીટલ ખાતે ઉજવણી કરવામાં આવી

ભરૂચ જિલ્લામાં જંબુસર શહેર ધન્વંતરિ આરોગ્ય રથ ને 2 વર્ષ પૂર્ણ થતા જંબુસરના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પીટલ ખાતે ઉજવણી કરવામાં આવી

રિપોટ, દેવેન્દ્ર મીસ્ત્રી જંબુસર

બાંધકામ બોર્ડ અને ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ જંબુસર ને બે વર્ષ પૂર્ણ થતા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ઓમકારાન દેસાઈ સર અને ધનવંતરી આરોગ્ય રથ ના મેડીકલ ઓફીસર ડો પ્રીતિ બારીયા અને સહ કર્મચારીઓ અને ધનવંતરી બોર્ડના પ્રોજેક્ટ કોર્ડીનેટર ચેતન જાદવ સાથે રહીને કેક કાપીને બે વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરેલ હતી.

બાંધકામ સ્થળે શ્રમિક વસાહતો અને કડિયા નાકા પર જઈને શ્રમિકોને નિશુલ્ક પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને લેબોરેટરી ટેસ્ટ ૨૬૦૫૭ જેટલા કરીને બધા લાભાર્થીઓને લાભો આપેલ છે જે પૈકી જંબુસરના આરોગ્ય રથ માં ૫૭૦૪૩ જેવી ઓપીડી બે વર્ષમાં કરેલ છે આરોગ્ય રથમાં શ્રમ કાર્ડ અને ૪૮૦૦ ઇ નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે આ બધા કાર્યોમાં મેડિકલ ઓફિસર થી લઈને લેબલ કાઉન્સિલર અને અન્ય સ્ટાફ નો પણ સંપૂર્ણ એક સમાન યોગદાન રહેલું છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો