મહાશિવરાત્રી પર્વ નિમિતે પ્રસાદી એકતા એજ લક્ષ્ય સંગઠન તરફથી પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું

એકતા એજ લક્ષ્ય સંગઠન તરફ થી મહાશિવરાત્રી પર્વ નિમિતે પ્રસાદી નું વિતરણ કરાયું.

આજ રોજ મહા શિવરાત્રી એટલે કે દેવાધી દેવ મહાદેવ માં નિરાકાર સ્વરૂપ લિંગ પ્રાગટ્ય દિવસ જેનો ઉલ્લેખ શિવ મહાપુરાણ માં કરાયો છે. અને સર્વ પ્રથમ ભગવાન બ્રમ્હા અને વિષ્ણુ દ્વારા શિવલિંગ ની પૂજા કરવામાં આવી હતી. 

એકતા એજ લક્ષ્ય સંગઠન ભરૂચ માં હિન્દુત્વ તેમજ સમાજ સેવા લક્ષી કાર્યો કરતું જ રહે છે ત્યારે આજ રોજ મહા શિવરાત્રી ના પાવન પર્વે લિંક રોડ સ્થિત ગંગેશ્વર મહાદેવ ના મંદિર પાસે બટાકા ની સૂકી ભાજી નું ભાવ પૂર્વક શિવ ભક્તો માં વિતરણ કરાયું હતું. ઉપરાંત દરેક ભક્તો ને આવા સેવાકીય કર્યો માં જોડાવા અને હિંદુ સમાજ ને સશક્ત બનાવવા માટે અપીલ પણ કરાઈ હતી. સમગ્ર સંચાલન એકતા એજ લક્ષ્ય સંગઠન ના સક્રિય કાર્યકર્તાઓ હિન્દુ વિકાસ ભાઈ મહેતા, હિન્દુ વિકાસ ભાઈ સ્વામિદાસ, હિન્દુ જીજ્ઞેશ ભાઈ પટેલ, હિન્દુ પૃથ્વીરાજ સિંહ રાઠોડ , હિન્દુ જય ભાઈ ચોકસી , હિન્દુ વિશાલ ભાઈ , હિન્દુ સ્નેહલ ભાઈ ,હિન્દુ દિપાલી બેન , હિન્દુ દિવ્યા બેન , હિન્દુ ખુશી બેન , હિન્દુ શ્વેતાબેન અને અન્ય ભાઈઓ ના સહકાર થી પાર પાડવામાં આવ્યો હતો. સંગઠન નું ભક્તો જોડે નું જોડાણ ભાવ ભર્યું રહ્યું હતું. સમગ્ર વાતાવરણ શિવજી ના ભક્તિ માં રંગાયેલું હતું. એકતા એજ લક્ષ્ય સંગઠન ના ભાઈઓ બહેનો દ્વારા સૌવ ભાવિક ભક્તો ને તિલક કરી ને મંદિર માં પૂજા માટે મોકલાયા હતા. નાના બાળકો પણ આ સેવાકીય કાર્ય માં ખુબ ઉત્સાહથી ભાગ ભજવ્યો હતો . 


છેલ્લે એકતા એજ લક્ષ્ય દરેક હિન્દુ ભાઈઓ અને બહેનો ને હિન્દુત્વ માટે અને સમાજ સેવા માટે કોઈ ને કોઈ પ્રકારે પોતાનું યોગદાન કરી ભગવાન શ્રી કૃષ્ણના વસુધૈવ કુટુમ્બકમ ના આદેશ નું પાલન કરવા આહવાન કરે છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો