ગૌવંશની હેરાફેરી પોલીસે એક ખાટકીને પકડી ગાય અને ટેમ્પો સહિત 60 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો, બે ફરાર

અંકલેશ્વર કસાઈવાડ માંથી ગૌવંશની હેરાફેરી પોલીસે એક ખાટકીને પકડી ગાય અને ટેમ્પો સહિત 60 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો, બે ફરાર

અંકલેશ્વર શહેરના કસાઈવાડ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી ગૌવંશની હેરાફેરી કરતા એક ખાટકીની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કસાઈવાડમાં થ્રી વ્હીલર ટેમ્પોમાં ગૌવંશની હેરાફેરી થઈ રહી હોવાની માહિતી મળી હતી.

પોલીસે દરોડા દરમિયાન કસાઈવાડ ફરીદ બેકરી પાસે રહેતા અતીક એહમદ કુરેશીની ધરપકડ કરી છે. જ્યારે તેના બે સાથીઓ કદીર અલ્લારખા કુરેશી અને સાહિદ ઉર્ફે તાઉ રસીદ કુરેશી ગલીઓમાં થઈને ફરાર થઈ ગયા છે. પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 10 હજારની કિંમતની એક ગાય અને ટેમ્પો મળી કુલ 60 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો