કોંગ્રેસપાર્ટી ના અગ્રણીઓ દ્વારા જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ રેલી નું આયોજન કરવામાં આવ્યું

નેત્રંગ ના કોંગ્રેસપાર્ટી ના અગ્રણીઓ દ્વારા જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ, દિવ્યાંગ મીસ્ત્રી 

પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ જિલ્લાઓમાં જય બાપુ, જય ભીમ, જય સંવિધાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણી શેર ખાન પઠાણ અને નેત્રંગ તાલુકા ના કોંગ્રેસ પાર્ટી ના આગેવાનો દ્વારા આજ રોજ જય બાપુ, જય ભીમ , જય સંવિધાન નારા સાથે પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.


જે નેત્રંગ બિરસા મુંડા ચોક ખાતે ભગવાન બિર્ષા મુંડા ને ફૂલ-હાર પેહરાવી શરૂઆત કરવા માં આવી હતી, જે નેત્રંગ ચાર રસ્તા થી નેત્રંગ લાલ મંટોડી થી લઇ ને જીન બજાર, જવાહર બજાર થઇ ચાર રસ્તા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

જે માં આગેવાન શેરખાન પઠાણ,ધનરાજ વસાવા,સુરેન્દ્ર વસાવા અને મોહસીન પઠાણ સહિતના કાર્યકરો સાથે મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા,

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો