ગેરકાયદેસર કેમીકલ વેસ્ટ નિકાલના ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

ગણતરીના દિવસોમાં ગેરકાયદેસર કેમીકલ વેસ્ટ નિકાલના ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

પાનોલી પો.સ્ટે. વિસ્તારના બાકરોલ ગામની સીમમાં કેનાલમાં માનવજીવન તથા પર્યાવરણને નુકશાનકારક કેમીકલ વેસ્ટ નિકાલ કરનાર પાંચ ઇસમોને આઇસર ટેમ્પો સાથે ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ગેરકાયદેસર કેમીકલ વેસ્ટ નિકાલના ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

ગઇ તા.૧૪/૦૨/૨૦૨૫ ના કલાક-૦૯/૦૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે મોજે બાકરોલ ગામમાં નિકળતી કેનાલમાં કોઇ અજાણ્યા ઇસમ/એકમ દ્વારા માનવજીવન તથા પર્યાવરણને નુક્શાનકારક કેમીકલ વેસ્ટ કોઇ વાહનમાં ભરી લાવી કેનાલમાં ઢોળતા કેનાલમાં રહેલ માછલીઓ મરણ ગયેલ તથા માનવજીવન તથા પર્યાવરણને નુકશાન કરેલ હોય જે બાબતે ફરીયાદી શિલ્પાબેન જયસુખભાઇ ભલાણી ઉ.વ.૪૪ રહે, એમ-૩૧, આર.કે.કાઉન્ટી, તવરા રોડ, ઝાડેશ્વર, તા.જી.ભરૂચ નાઓએ આ બાબતે ફરીયાદ આપતા પાનોલી પોલીસ સ્ટેશન.પાર્ટ બી ગુ.ર.નં-૧૧૧૯૯૦૬૦૨૫૦૦૪૯/૨૦૨૫ બી.એન.એસ કલમ ૨૭૯,૩૨૪(૨) તથા પર્યાવરણ સરંક્ષણ અધિનિયમ ૧૯૮૬ ની કલમ ૧૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા એલ.સી.બી. ભરૂચનાઓએ ટીમો સાથે ગુનાવાળી જગ્યાની વીઝીટ કરી, એલ.સી.બી.ની અલગ-અલગ ચાર ટીમો બનાવી ગુનો શોધી કાઢવા સારૂ ટીમના માણસોને જરૂરી માર્ગદર્શન આપેલ. તપાસ દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી હકીકત આધારે કેમીકલ વેસ્ટ નિકાલ કરનાર (૧) કૃપેશકુમાર S/O ગોરધનભાઇ પટેલ, (૨) ચિંતનકુમાર S/O જગદીશભાઇ ચૌહાણ (3) વેદાંત S/O પ્રવિણ શાહ (૪) મોહમદ સમીઉદ્દીન S/O મોહમદ અકિલુદ્દીન શેખ (૫) લુકમાન અબ્દુલ્લા ઇદ્રીશી નાઓને આઇસર ટેમ્પો સાથે ઝડપી પાડી તેઓની આ કેમીકલ વેસ્ટ ક્યાંથી ભરેલ અને કોના કહેવાથી કેનાલમાં નિકાલ કરેલ છે તે બાબતે ઉંડાણપુર્વક પુછપરછ કરતા કૃપેશકુમાર ગોરધનભાઇ પટેલએ કબુલાત કરેલ કે, હું તથા ચિંતનકુમાર ચૌહાણ તથા વેદાંત શાહ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ ક્વોલીટી વેલ્યુ લેબ્સ પ્રા.લી (ક્યુ.વી.લેબ્સ પ્રા.લી) કંપનીમાં નોકરી કરીએ છીએ તે દરમ્યાન અમને અબ્દુલ વહાબ મળેલ અને તેને અમને અમારી કંપનીમાં નીકળતુ કેમીકલ વેસ્ટ નિકાલ કરવા વાત કરેલ ત્યાર બાદ આ અબ્દુલ વહાબ તથા સરવન શાહ સાથે મળી અમારી કંપનીમાંથી નીકળતુ કેમીકલ વેસ્ટ ભરવા માટે મોહમદ સમીઉદ્દીન S/O મોહમદ અકિલુદ્દીન શેખ નાને આઇશર ટેમ્પો રજી.નંબર GJ-16-AV-8664 લઇને તા.૧૪/૦૨/૨૦૨૫ ના રોજ અમારી કંપનીમાંથી એક્વીએસ્ટ વેસ્ટ (જલીય કચરો) ૨૫ ડ્રમ કુલ ૫,૦૦૦ લીટર જેટલુ ભરીને તેઓ બાકરોલ ગામની સીમમાં આવેલ નહેરમાં ઢોળી આવેલ અને ખાલી ડ્રમ લુકમાન અબ્દુલ્લા ઇદ્રીશીના ગોડાઉન પર સંતાડી આવેલ હોવાની કબુલાત કરતા આરોપીઓને અટક કરી આગળની તપાસ ચાલુ છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો