વાગરા વન વિભાગે આજે એક મહત્વપૂર્ણ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું

યોગી સોલ્ટ ફેક્ટરીમાં ઘૂસેલા મગરને વન વિભાગે સુરક્ષિત રીતે પકડ્યો

વાગરા વન વિભાગે આજે એક મહત્વપૂર્ણ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે. પણીયાદરા સ્થિત યોગી સોલ્ટ ફેક્ટરીમાં એક મગર ઘૂસી આવ્યાની માહિતી વન વિભાગને મળી હતી. માહિતી મળતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે ભારે જહેમત બાદ મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. મગરને કોઈપણ જાતની ઈજા ન થાય તે રીતે સુરક્ષિત રીતે પકડવામાં આવ્યો હતો.

રેસ્ક્યુ બાદ મગરને વાગરા વન કચેરી ખાતે લાવવામાં આવ્યો છે. નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણના માર્ગદર્શન હેઠળ પશુ ચિકિત્સક દ્વારા મગરનું સંપૂર્ણ ચેકઅપ કરવામાં આવ્યું છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે મગરના સ્વાસ્થ્યની તપાસ બાદ તેને તેના કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન વન વિભાગની ટીમે વન્યજીવ સંરક્ષણની ઉત્તમ કામગીરી બજાવી છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો