Posts

Showing posts from November, 2024

વકફ બોર્ડની જમીન ખોટા દસ્તાવેજો બનાવી ગેરરીતિ આચરનાર મહિલા સહિત 2 લોકોની ધરપકડ

Image
કોસમડી ગામે વકફ બોર્ડની જમીન ખોટા દસ્તાવેજો બનાવી ગેરરીતિ આચરનાર મહિલા સહિત 2 લોકોની ધરપકડ  અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે વકફ બોર્ડની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી ગેરરીતિ આચરનાર મહિલા સહિત બે આરોપીની જીઆઇડીસી પોલીસે સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓલપાડના સોંસક ગામના પાદર ફળિયામાં રહેતા પ્રકાશ ભીખુ પટેલ અંકલેશ્વર તાલુકા સેવા સદનમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. તેઓની કચેરીમાં ગત તારીખ-9-2-23ના રોજ કોસમડી ગામની સીમમાં આવેલ ખાતા નંબર-378 બ્લોક સર્વે નંબર-80 વાળી મિલકત અંગેનો ભાડા પટ્ટાનો કરાર લઈને કોસમડી મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંધલા અને ભાડે લેનાર ધાર્મિક રમેશ ગોધાણી આવ્યા હતા. જેઓએ ગુજરાત વકફ બોર્ડના પરવાનગીનો ખોટો પત્ર રજૂ કર્યો હોવાનું સબ રજીસ્ટ્રાર પ્રકાશ પટેલના ધ્યાન પર આવતા તેઓએ ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંધલા વિરુદ્ધ જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી અગાઉ છેતરપિંડી કરનાર પાંચ પૈકી ત્રણ આરોપી ટ્રસ્ટીઓ બશીર ઇસ્માઇલ પટેલ,યુશુફ મોહંમદ નાંધલા સહિત ત્રણને ઝડપી પાડી ...

શુકલતીર્થમાં રેતી માફિયાઓએ ખોદેલા ખાડામાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના મોતની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું

Image
10 ટનની ક્ષમતાવાળીમાં 15 ટનથી વધુ રેતી ભરી જતી 4 ટ્રક જપ્ત કરાઇ શુકલતીર્થમાં 3 લોકોના ડૂબવાની ઘટના બાદ કાર્યવાહી ભરૂચ જિલ્લાની નર્મદા નદીમાં થઇ રહેલાં બેફામ રેતી ખનન બાદ હવે ઓવરલોડ ટ્રકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. વાલિયા મામલતદાર તથા તેમની ટીમે તપાસ દરમિયાન ચાર ટ્રક જપ્ત કરી પોલીસ વિભાગને સોંપી છે. શુકલતીર્થમાં રેતી માફિયાઓએ ખોદેલા ખાડામાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના મોતની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. તાજેતરમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં કલેકટરે અધિકારીઓને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે સંદર્ભમાં વાલીયા મામલતદાર શ્રઘ્ધા નાયક તેમજ સ્ટાફ થકી સતત ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. વાલિયા - વાડીરોડ - જબુગામ રોડ ઉપર થી રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતી ચાર ટ્રકો ને પકડી પાડી સદર ટ્રકો વાલીયા પોલીસ સ્ટેશન ના હવાલે કરવામાં આવેલ છે. સામાન્ય રીતે એક ટ્રકમાં 10 ટન રેતીનું વહન કરવાની ક્ષમતા હોય છે પણ તેમાં 15 થી 18 ટન સુધી રેતી ભરવામાં આવતી હોય છે. વાલિયામાં ઝડપાયેલી ચારેય ટ્રકોમાં ઓવરલોડ રેતી ભરી હતી તથા રોયલ્ટી પણ નહિ હોવાની વિગતો સામે આવતાં કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,...

વાગરા તાલુકાના વહિયાલ ગામે એક જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ

Image
વાગરા વહિયાલ ગામે મકાનની દીવાલ ધરાશાયી થતા બે વીજપોલ તૂટી પડ્યા, સદનસીબે જાનહાનિ ટળી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વહિયાલ ગામે એક જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. તે ઘર નજીકથી પસાર થતી વિજલાઈન ઉપર પડતા બે વિજપોલ પણ તૂટી પડ્યા હતા.જેને કારણે વીજપુરવઠો ખોરવાય ગયો હતો.જોકે વાગરા વીજ કચેરીના વીજ કર્મીઓએ સમારકામ કાર્ય હાથ ધર્યું હતું.સદ્દનસીબે કોઈ જાનહાની નોંધાઇ ન હતી. વાગરા તાલુકાના વહિયાલ ગામના બ્રાહ્મણ ફળીયા વિસ્તારમાં ગતરોજ સાંજના સમયે રોડની અડીને આવેલી વર્ષો જૂનું અને જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાસાય થઈ ગઈ હતી.જેને કારણે નજીકમાંથી પસાર થતી વીજ લાઇનના બે વિજપોલ પણ તૂટી પડતા એક સમયે અફરાતફરી મચી ગઇ હતી.વીજપોલ સહિત વીજવાયરો પણ જમીન પર તૂટી પડયા હતા. જેથી પંથકનો વીજપુરવઠો પણ ખોરવાય ગયો હતો. ઘટના સાંજના સમયે બની હતી,તે સમયે રસ્તા ઉપરથી કોઈ રાહદારી કે વાહન પસાર થતું ન હોવાથી સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. વીજપુરવઠો ખોરવાઈ જતા આખી રાત કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.ઘટનાની જાણ કરવામાં આવતા આજરોજ સવારે વાગરા વીજ કચેરીના કર્મીઓએ સમારકામ હાથ ધર્યું હતું.નવા વિજપોલ તેમજ વાયરો ...

વછનાદ ગામના તપોવન ખાતે કિસાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું

Image
સામાજિક વર્ગીકરણ વિભાગ દ્વારા વાગરા તાલુકો ના વછનાદ ગામના તપોવન ખાતે કિસાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું  સામાજિક વનીકરણ વિભાગ ની યોજનાઓ ખેડૂતોને માર્ગદર્શન તેમજ નીલગીરી માંથી થતો ઉત્પાદન વગેરે વિશે માહિતગાર કરાયા   તા. 30/11/2024 ના રોજ સામાજિક વર્ગીકરણ વિભાગભરૂચ વિસ્તરણ રેન્જ વાગરા દ્વારા ચૌધરી વિજયકુમાર મદદનીશ સંરક્ષક ભરૂચના અધ્યક્ષ સ્થાને ગામ વછનાદ તાલુકો વાગરા તપોવન ખાતે કિસાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં સંજય મિશ્રા ગ્રીન પ્લાયવુડ ફતેસિંહભાઈ ખેતીવાડીના કર્મચારી કેસરીસિંહ તથા વી. વી ચારણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાગરા. ઓ એસ મિશ્રા વનપાલ વાગરા. એન ટી પાગોર વનપાલ અટાલી ખેડૂતોને સામાજિક વનીકરણ વિભાગ ની યોજનાઓ ખેડૂતોને માર્ગદર્શન તેમજ નીલગીરી માંથી થતો ઉત્પાદન વગેરે વિશે માહિતગાર કરવામાં આવ્યા.  આ પ્રસંગે તાલુકાના અગ્રણીઓ ખેડૂતો અને ગામજનો  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. #gujaratniparchhai 

બાઇકચાલક રોંગ સાઇડે આવતો હતો છતાં ટેન્કરચાલકને લોકોએ માર્યો

Image
આમોદના નેશનલ હાઈવે પર ટેન્કરના ટાયર નીચે આવેલી મહિલાનો આબાદ બચાવ, બાઇકચાલક રોંગ સાઇડે આવતો હતો છતાં ટેન્કરચાલકને લોકોએ માર્યો આમોદના નેશનલ હાઇવે નંબર 64નો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.જેને લઈને એક બાઈક સવાર બાઈક સવાર રોંગ સાઈડ ઉપર જતા એક ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો.જેમાં તેની સાથે બાઈક સવાર મહિલા ટેન્કરના ટાયર નીચે આવી ગઈ હોવા છતાંય ટેન્કર ચાલકે બ્રેક કરતા તેનો આબાદ બચાવ થયો હતો.તેમ છતાંય લોકો દ્વારા ટેન્કર ચાલકને માર મારવામાં આવ્યો હતો. ચોમાસા બાદ ભરૂચ જિલ્લાના હાઇવે હોય કે શહેરોના માર્ગો તમામ માર્ગમાં મસમોટા ખાડા અને મેટલ નીકળી જતાં માર્ગો ધૂળિયા બન્યા છે જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવા પણ મુશ્કેલ બન્યા છે.એક તરફ ખાડાઓના કારણે આર્થીક નુકશાન સાથે અનેક અકસ્માતો પણ થતા લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.તેમ છતાંય માર્ગ વિભાગ દ્વારા કોઈ પણ જાતનું સમારકામ નહિ કરવામાં આવતા લોકો જીવના જોખમે પણ વાહનો ચલાવી રહ્યા છે.ભરૂચ જિલ્લાના આમોદના નેશનલ હાઇવે 64 પણ આત્યંત બીસ્માર બન્યો હોય વાહનો ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યાં છે. આજે સવારે આજ માર્ગ પરથી એક બા...

ગુજરાત માછીમાર સમાજનું પ્રતિનિધિત્વ કરવા "હિરલભાઇ એન. ઢીમર" ને ઉપ-પ્રમુખ તરીકે પંસદગી કરાઈ

Image
સમસ્ત ગુજરાત માછીમાર સમાજ ની ટ્રસ્ટ બોડી ની મીટીંગ રાજકોટ ખાતે યોજઇ હતી,એમાં ભરૂચ ના હિરલ ઢીમર ને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી  જેમાં ગુજરાત રાજ્યના માછીમારોના આગેવાનો વિવિધ જીલ્લાઓ માથી ઉપસ્થિત રહ્યા હતા.  સદરહુ મીટીંગમાં માછીમાર સમાજના પડતર પ્રશ્ર્નો એન્વાયરમેન્ટ સંબંધિત ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી તેમજ આ પ્રશ્રોના નિરાકરણ માટે ભવિષ્યની વ્યુહરચના ધડવામાં આવી.  સદરહુ મીટીંગમાં સર્વ સંમતિથી ગુજરાત માછીમાર સમાજનું પ્રતિનિધિત્વ કરવા "હિરલભાઇ એન. ઢીમર" ને ઉપ-પ્રમુખ તરીકે પંસદગી કરવામાં આવી. #gujaratniparchhai 

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાયો

Image
આજ રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાયો  ભરૂચ નગરપાલિકા વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ તેમજ સાથી કાઉન્સિલર ઈબ્રાહીમ કલકલ વોર્ડમાં બુથ પર બી.એલ.ઓ ની સાથે હાજર રહી મતદાર યાદીમાં નામ નોંધણી, નામ કમી, મતદાર યાદીની વિગતમાં સુધારો કરવા માટે મતદારોને સહકારરૂપ બન્યા હતા.  જ્યારે નવા મતદારોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ વધુમાં વધુ લોકો મતદાર યાદી સુધારણા નો ઉપયોગ કરે એ માટે લોકોને જાગૃત કર્યા હતા. આવનારી 23-11-2024 ને શનિવાર અને 24-11-2024 ને રવિવારે પણ મતદારયાદી સુધારણા કાર્યક્રમ થનાર છે, તેની દરેક નાગરિકે નોંધ લેવી. #gujaratniparchhai 

સોનાના ભાવમાં રૂ. 4,400નો ઘટાડો, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

Image
સોનાના ભાવમાં રૂ. 4,400નો ઘટાડો, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ રિપોર્ટર મનીષ કંસારા, સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. આજે સોનાના ખરીદદારોને સોનું ખરીદવાની મોટી તક મળી રહી છે કારણ કે સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે.તે જ સમયે, ચાંદીના ભાવ આજે સ્થિર છે.આજે 22 કેરેટ સોનાનો ભાવ આજે 13 નવેમ્બરે પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 400 રૂપિયા ઘટીને 70,600 રૂપિયા પર આવી ગયો છે. તે જ સમયે, 22 કેરેટ 100 ગ્રામ સોનાની કિંમતમાં 4000 રૂપિયાનો ઘટાડો થયો છે અને તેથી તેની કિંમત ઘટીને 7,06,000 રૂપિયા થઈ ગઈ છે. આજે 24 કેરેટ સોનાની પ્રતિ 10 ગ્રામની કિંમતમાં 440 રૂપિયાનો ઘટાડો થયો છે અને તેથી તેની કિંમત ઘટીને 77,000 રૂપિયા થઈ ગઈ છે. આજે પ્રતિ 100 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 4400 રૂપિયા સસ્તી થઈને 7,70,000 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય આજે 13 નવેમ્બરે 18 કેરેટ સોનાની પ્રતિ 10 ગ્રામની કિંમતમાં 320 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સ્થિતિમાં કિંમત 57,770 થઈ ગઈ છે. તે જ સમયે, લખનૌમાં આજે 18 કેરેટ સોનાનો પ્રતિ 100 ગ્રામનો ભાવ 3200 રૂપિયા ઘટીને 5,77,700 રૂપિયા થઈ ગયો છે. આજે 13 નવેમ્બરે 100 ગ્રામ ચાંદીની કિંમત 9,...

ONGC કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી રૂ.1.84 કરોડની છેતરપીંડી કરી

Image
અંકલેશ્વર ONGC કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી રૂ.1.84 કરોડની છેતરપીંડી અંકલેશ્વર અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંઘ રાજપૂત જય હિંદ સિક્યુરીટી સર્વિસ ચલાવે છે. તેઓ અંકલેશ્વર ONGCમાં ફિલ્ડ ઓફીસર તરીકે CIS કંપનીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા. જેનો મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર વિરાટ નગરમાં રહેતો ઓગસ્ત પાંડે સાથે પરિચય થયો હતો. જે પશ્ચિમ બંગાળમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વિસમાં મેનેજર તરીકે કામ કરે છે. એન.આઈ.એસ.એસમાં અલગ-અલગ જગ્યાએ ઓ.એન.જી.સી કંપનીમાં સિક્યુરીટી સર્વિસના કોન્ટ્રાક્ટ રાખ્યો હોવાનું કહી ઓ.એન.જી.સી ખંભાત, હજીરા અને મહેસાણામાં એન.આઈ.એસ.એસ સિક્યુરીટીના કોન્ટ્રાક્ટમાં લાઈન વોકરની ઘણી જગ્યાઓ પર કાયમી ધોરણે ભરતી છે. હજીરા તેમજ મહેસાણા ખાતે એક માણસ દીઠ અઢી લાખ રૂપિયા અને ખંભાત ખાતે એક માણસ દીઠ બે લાખ રૂપિયા ભરવાના છે. તેમ કહી લાલચ આપી ઘનશ્યામસિંઘે તેના 50 પરિચિતો તેમજ ઠાકોર, આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી કુલ 1.84 કરોડ પડાવી લીધા હતા. જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ત પાંડે ગાયબ થઇ ગયો હતો. છેતરપીંડી અંગે અંકલેશ્વર શહેર એ-ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. #...

શુકલતીર્થ ગામ માં ભરાતા કારતકી અગિયારસના મેળાના પગલે ભરૂચ એસ.ટી.વિભાગ થકી યાત્રા કરવા આવતા યાત્રાળુઓ માટે 40 બસોનું આયોજન કરવામાં આવ્યું

Image
ભરૂચથી રૂા. 35ના ભાડામાં એસટી બસો શુકલતીર્થના મેળામાં પહોચાડશે રિપોર્ટર પિયુષ મીસ્ત્રી, ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ માં ભરાતા કારતકી અગિયારસના મેળાના પગલે ભરૂચ એસ.ટી.વિભાગ થકી યાત્રા કરવા આવતા યાત્રાળુઓ માટે 40 બસોનું આયોજન કરવામાં આવ્યું છે. શુકલતીર્થ ગામમાં અને સીટી સેન્ટર બસ ડેપો પરથી બસ મેળા માટે લોકો અવરજવર કરશે. ભરૂચથી 17 કિલોમીટર દૂર આવેલા પૌરાણિક યાત્રાધામ શુકલતીર્થ ખાતે કારતક સુદ અગિયારસ થી મેળો ભરાય છે. જેમાં સમગ્ર ગુજરાત માંથી અંદાજે 4 લાખ યાત્રીઓ મેળો જોવા ઉમટી પડતા હોય છે. તેને લઈને શુકલતીર્થ પંચાયત અને વહીવટી તંત્ર થકી તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે. જ્યારે બહારથી આવતા યાત્રાળુઓ અને મુસાફરોનો ભારે ઘસારો રહેવાના પગલે ભરૂચ એસ.ટી.વિભાગ થકી પાંચ દિવસ ચાલનાર યાત્રાને ધ્યાને લઇ યાત્રાળુઓ અને મુસાફરોની સુવિધા માટે ખાસ 40 બસો વધારાની મુકવામાં આવી છે. જે વારા ફરતી યાત્રા સ્થળે લોકોને લઇ જશે અને પરત ભરૂચ ડેપો ખાતે લાવશે. જેના માટે ભરૂચ એસટી ડેપો ના ડ્રાઈવર, કંડક્ટર, સુપરવાઈઝર મળી અંદાજે 60 જેલા કર્મચારીઓ કામગીરી માં જોડાયા છે. ગત વર્ષે એસટી વિભાગને 26 બસ થકી 348 ટ્રીપ કરી 3.70 લાખની...

ઝઘડિયા GIDC માં આવેલી નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં કોઈ કારણોસર આગ લાગતા જ અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી

Image
નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતાં દોડધામ, કામદારો બહાર દોડી આવ્યા, ફાયર વિભાગે માંડ માંડ કાબૂ મેળવ્યો રિપોર્ટર પિયુષ મીસ્ત્રી, ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં આચનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર ફાયટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાની મસક્તમાં લાગ્યા હતા. 10 ફાયર ફાયટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઝઘડિયા GIDC માં અનેક કંપનીઓના મોટા મોટા પ્લાન અવેક છે. જેમાં અનેક વખતે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે.ત્યારે આજે સવારે પણ ઝઘડિયા GIDC માં આવેલી નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં કોઈ કારણોસર આગ લાગતા જ અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગનો મેજર કોલ જાહેર થતા જ ઝઘડિયા GIDC ના માર્ગો ફાયર બ્રિગેડના સાયરનોથી ગુંજી ઉઠ્યો હતો.આસપાસના ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની મસક્તમાં લાગ્યા હતા. આગ એટલી વિક્રરાર હતી કે, પ્લાન્ટમાંથી કાળા ડિબાગ ધુમાડા દૂરથી નજરે પડી રહ્યા હતા.આગના પગલે કામદારો કંપની ગેટ પર દોડી આવ્યા હતા. આગની જાણ થતાં જ ફેકટરી ઇન્સ્પેક્ટર, GPCB અને પોલીસ...

IOCL માં બીજા બ્લાસ્ટ પછી આંખો બળતરા અને ગળામાં ખરાસની ફરિયાદો બુમો પડવાનું શરૂ

Image
IOCL માં રાત્રે 8:30 વાગે બીજા બ્લાસ્ટ પછી આંખો બળતરા અને ગળામાં ખરાસની ફરિયાદો બુમો પડવાનું શરૂ  રિપોર્ટર મનીષ કંસારા, વડોદરાની ગુજરાત રિફાઇનરી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની બેન્ઝીન ટેન્કમાં વિકરાળ આગ હતી. જોકે આગને કાબુમાં લેવા રિફાઇનરી અને રિલાયાન્સના ફાયર ફાઇટરો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ધીરે ધીરે આગે અતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રાત્રીના સાડા આંઠ વાગ્યાની આસપાસ બીજો બ્લાસ્ટ થયો હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યાં છે. જોકે બીજા બ્લાસ્ટ બાદ કોયલી અને આસપાસના ગામોમાં રહેતા રહીશોની આંખોમાં બળતરા અને ગળામાં ખરાસ આવવાની શરૂ થઇ હોવાની ફરીયાદો ઉઠી છે. તેવામાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક કર્મચારી ઇજાગ્રસ્ત તેને ગુજરાત રિફાઇનરીની એમ્બ્યૂલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અત્યાર સુધી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું જ્યારે પાંચ પૈકી બે ઇજાગ્રસ્તો ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો) ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની બેન્ઝીન ટેન્કમાં લાગેલી આગ પર હજી સુધી કાબુ મેળવાયો નથી, ત્યારે આગની આ દુર્ઘટનાને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે...

સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલ જેમા અમુક ઈસમો તલવારો, લાકડી, ધારીયા જેવા હથિયારો લઈ પ્રદર્શન કરી રહ્યા હતા

Image
સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો આધારે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતી અંક્લેશ્વર જીઆઈડીસી પોલીસ @મનિષ કંસારા  ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા ઇન્ચાર્જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝા નાઓ તરફથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો આધારે તપાસ કરી ગુનાહિત જણાય આવ્યેથી કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ. તા.૦૪/૧૧/૨૦૨૪ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલ જેમા અમુક ઈસમો તલવારો, લાકડી, ધારીયા જેવા હથિયારો લઈ પ્રદર્શન કરી રહ્યા હોય તેવુ જણાઈ આવેલ જે વિડીયો આધારે તપાસ કરતા સદર બનાવ અંક્લેશ્વર જીઆઈડીસી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ આત્મીય સોસાયટી, સારંગપુરનો હોવાનુ જાણવા મળેલ જેથી વિડીયોમાં દેખાતા ઈસમો (૧) ધવલભાઈ બચુભાઈ મુનીયા ઉં.વ.૨૦, રહે. મ.નં.-5, કૃષ્ણકુંજ સોસાયટી, જીતાલી. (૨) રીતેશ ચંદ્રદેવ મહંતો, ઉં.વ.૨૪, રહે. મ.નં.૧૨૯, આત્મીય રેસીડેન્સી, સારંગપુર. (૩) અંકિત સંતોષકુમાર સીંગ, ઉં.વ.૩૦, રહે. મ.નં.-૯૩, આત્મીય રેસીડેન્સી, સારંગપુર. (૪) આશિષ રામકૃષ્ણ પાટીલ, ઉં.વ.૨૨, રહે. મ.નં.-૩૭, આત્મીય રેસીડેન્સી, સારંગપુર. (૫) રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ મહિડા, ઉં.વ.૩૮, રહે. મ....