ONGC કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી રૂ.1.84 કરોડની છેતરપીંડી કરી

અંકલેશ્વર ONGC કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી રૂ.1.84 કરોડની છેતરપીંડી

અંકલેશ્વર અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંઘ રાજપૂત જય હિંદ સિક્યુરીટી સર્વિસ ચલાવે છે. તેઓ અંકલેશ્વર ONGCમાં ફિલ્ડ ઓફીસર તરીકે CIS કંપનીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા. જેનો મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર વિરાટ નગરમાં રહેતો ઓગસ્ત પાંડે સાથે પરિચય થયો હતો. જે પશ્ચિમ બંગાળમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વિસમાં મેનેજર તરીકે કામ કરે છે.

એન.આઈ.એસ.એસમાં અલગ-અલગ જગ્યાએ ઓ.એન.જી.સી કંપનીમાં સિક્યુરીટી સર્વિસના કોન્ટ્રાક્ટ રાખ્યો હોવાનું કહી ઓ.એન.જી.સી ખંભાત, હજીરા અને મહેસાણામાં એન.આઈ.એસ.એસ સિક્યુરીટીના કોન્ટ્રાક્ટમાં લાઈન વોકરની ઘણી જગ્યાઓ પર કાયમી ધોરણે ભરતી છે.

હજીરા તેમજ મહેસાણા ખાતે એક માણસ દીઠ અઢી લાખ રૂપિયા અને ખંભાત ખાતે એક માણસ દીઠ બે લાખ રૂપિયા ભરવાના છે. તેમ કહી લાલચ આપી ઘનશ્યામસિંઘે તેના 50 પરિચિતો તેમજ ઠાકોર, આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી કુલ 1.84 કરોડ પડાવી લીધા હતા. જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ત પાંડે ગાયબ થઇ ગયો હતો. છેતરપીંડી અંગે અંકલેશ્વર શહેર એ-ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો