સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલ જેમા અમુક ઈસમો તલવારો, લાકડી, ધારીયા જેવા હથિયારો લઈ પ્રદર્શન કરી રહ્યા હતા

સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો આધારે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતી અંક્લેશ્વર જીઆઈડીસી પોલીસ

@મનિષ કંસારા 

ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા ઇન્ચાર્જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝા નાઓ તરફથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો આધારે તપાસ કરી ગુનાહિત જણાય આવ્યેથી કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ.

તા.૦૪/૧૧/૨૦૨૪ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલ જેમા અમુક ઈસમો તલવારો, લાકડી, ધારીયા જેવા હથિયારો લઈ પ્રદર્શન કરી રહ્યા હોય તેવુ જણાઈ આવેલ જે વિડીયો આધારે તપાસ કરતા સદર બનાવ અંક્લેશ્વર જીઆઈડીસી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ આત્મીય સોસાયટી, સારંગપુરનો હોવાનુ જાણવા મળેલ જેથી વિડીયોમાં દેખાતા ઈસમો (૧) ધવલભાઈ બચુભાઈ મુનીયા ઉં.વ.૨૦, રહે. મ.નં.-5, કૃષ્ણકુંજ સોસાયટી, જીતાલી. (૨) રીતેશ ચંદ્રદેવ મહંતો, ઉં.વ.૨૪, રહે. મ.નં.૧૨૯, આત્મીય રેસીડેન્સી, સારંગપુર. (૩) અંકિત સંતોષકુમાર સીંગ, ઉં.વ.૩૦, રહે. મ.નં.-૯૩, આત્મીય રેસીડેન્સી, સારંગપુર. (૪) આશિષ રામકૃષ્ણ પાટીલ, ઉં.વ.૨૨, રહે. મ.નં.-૩૭, આત્મીય રેસીડેન્સી, સારંગપુર. (૫) રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ મહિડા, ઉં.વ.૩૮, રહે. મ.નં.-૯૧, આત્મીય(સહજ) રેસીડેન્સી, સારંગપુર. (૬) આદિત્ય વિવેકાનંદ કામેથ, ઉં.વ.૧૮, રહે, મ.નં.-૦૧, શાંતીનગર-૨, સારંગપુર નાં ઓને પકડી પાડી વાયરલ વિડીયો બાબતે પુછ-પરછ કરતા આ વિડીયો ગામમાં ચોર આવતા હોવાની અફવા ફેલાયેલ હોય અમારી સોસાયટીમાં કોઈ ચોર ઘુસી ન જાય તેના માટે અમે આ તલવારો સાથે ચોકી પહેરો કરતા હતા અને આ વિડીયો બનાવેલ તેવી હકીકત જાણવા મળેલ; જે આધારે વિડીયોમાં હથિયારો સાથે દેખાતા ઈસમો વિરૂદ્ધ અંક્લેશ્વર જીઆઈડીસી પો.સ્ટે. FIR NO. 11199021241286/2024 ભારતીય ન્યાય સંહિતા-2023 (B.NS.) કલમ-૨૨૩(ખ) તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 ઉપરોક્ત કામગીરી  એ. વી. શિયાળીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. એ. જાડેજા પ્રો. પો.સ.ઇ., ASI હરભમસિંહ જયવીરસિંહ, ASI દિનેશભાઈ માવજીભાઈ, અ.હે.કો. પ્રદિપભાઈ હર્ષદભાઈ, અ.હે.કો. નિકુંજભાઈ બળદેવભાઈ, આ.પો.કો. યોગેશસિંહ રાજુભા દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો