શુકલતીર્થ ગામ માં ભરાતા કારતકી અગિયારસના મેળાના પગલે ભરૂચ એસ.ટી.વિભાગ થકી યાત્રા કરવા આવતા યાત્રાળુઓ માટે 40 બસોનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચથી રૂા. 35ના ભાડામાં એસટી બસો શુકલતીર્થના મેળામાં પહોચાડશે

રિપોર્ટર પિયુષ મીસ્ત્રી,

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ માં ભરાતા કારતકી અગિયારસના મેળાના પગલે ભરૂચ એસ.ટી.વિભાગ થકી યાત્રા કરવા આવતા યાત્રાળુઓ માટે 40 બસોનું આયોજન કરવામાં આવ્યું છે. શુકલતીર્થ ગામમાં અને સીટી સેન્ટર બસ ડેપો પરથી બસ મેળા માટે લોકો અવરજવર કરશે. ભરૂચથી 17 કિલોમીટર દૂર આવેલા પૌરાણિક યાત્રાધામ શુકલતીર્થ ખાતે કારતક સુદ અગિયારસ થી મેળો ભરાય છે. જેમાં સમગ્ર ગુજરાત માંથી અંદાજે 4 લાખ યાત્રીઓ મેળો જોવા ઉમટી પડતા હોય છે. તેને લઈને શુકલતીર્થ પંચાયત અને વહીવટી તંત્ર થકી તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે.

જ્યારે બહારથી આવતા યાત્રાળુઓ અને મુસાફરોનો ભારે ઘસારો રહેવાના પગલે ભરૂચ એસ.ટી.વિભાગ થકી પાંચ દિવસ ચાલનાર યાત્રાને ધ્યાને લઇ યાત્રાળુઓ અને મુસાફરોની સુવિધા માટે ખાસ 40 બસો વધારાની મુકવામાં આવી છે. જે વારા ફરતી યાત્રા સ્થળે લોકોને લઇ જશે અને પરત ભરૂચ ડેપો ખાતે લાવશે. જેના માટે ભરૂચ એસટી ડેપો ના ડ્રાઈવર, કંડક્ટર, સુપરવાઈઝર મળી અંદાજે 60 જેલા કર્મચારીઓ કામગીરી માં જોડાયા છે. ગત વર્ષે એસટી વિભાગને 26 બસ થકી 348 ટ્રીપ કરી 3.70 લાખની આવક થઇ હતી. છેલ્લા ત્રણ દિવસ અને ખાસ કરીને દેવદિવાળીને પૂનમનાં દિવસે સૌથી ભારે ઘસારો રહે છે. ભરૂચથી શુકલતીર્થનું ભાડુ 35 રૂા. રાખવામાં આવ્યું છે.

ત્રણ દિવસ લોકોના ભારે ઘસારાને ધ્યાને રાખીને સીટી સેન્ટર ડેપો ખાતે શુકલતીર્થની યાત્રા માટે ખાસ આયોજન કરાયું છે. એ જ રીતે શુકલતીર્થ ગામમાં પણ હંગામી બસ સ્ટેન્ડ ઉભું કરીને મુસાફરોને લાવવા લઈ જવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. વધારાની મીની બસો દોડાવવાનું નક્કી કર્યું છે, ગત વર્ષ શુકલતીર્થની ટિકિટનો દર 35 રૂપિયા હતો તે ચાલુ વર્ષે ટીકીટનો દર 35 રૂપિયા જ રાખવામાં આવ્યો છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો