બાઇકચાલક રોંગ સાઇડે આવતો હતો છતાં ટેન્કરચાલકને લોકોએ માર્યો

આમોદના નેશનલ હાઈવે પર ટેન્કરના ટાયર નીચે આવેલી મહિલાનો આબાદ બચાવ, બાઇકચાલક રોંગ સાઇડે આવતો હતો છતાં ટેન્કરચાલકને લોકોએ માર્યો

આમોદના નેશનલ હાઇવે નંબર 64નો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.જેને લઈને એક બાઈક સવાર બાઈક સવાર રોંગ સાઈડ ઉપર જતા એક ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો.જેમાં તેની સાથે બાઈક સવાર મહિલા ટેન્કરના ટાયર નીચે આવી ગઈ હોવા છતાંય ટેન્કર ચાલકે બ્રેક કરતા તેનો આબાદ બચાવ થયો હતો.તેમ છતાંય લોકો દ્વારા ટેન્કર ચાલકને માર મારવામાં આવ્યો હતો.

ચોમાસા બાદ ભરૂચ જિલ્લાના હાઇવે હોય કે શહેરોના માર્ગો તમામ માર્ગમાં મસમોટા ખાડા અને મેટલ નીકળી જતાં માર્ગો ધૂળિયા બન્યા છે જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવા પણ મુશ્કેલ બન્યા છે.એક તરફ ખાડાઓના કારણે આર્થીક નુકશાન સાથે અનેક અકસ્માતો પણ થતા લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.તેમ છતાંય માર્ગ વિભાગ દ્વારા કોઈ પણ જાતનું સમારકામ નહિ કરવામાં આવતા લોકો જીવના જોખમે પણ વાહનો ચલાવી રહ્યા છે.ભરૂચ જિલ્લાના આમોદના નેશનલ હાઇવે 64 પણ આત્યંત બીસ્માર બન્યો હોય વાહનો ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યાં છે.

આજે સવારે આજ માર્ગ પરથી એક બાઈક સવાર તેની પાછળ એક મહિલાને બેસાડી ખરાબ માર્ગના કારણે રોગ સાઈડથી પોતાની મોટર સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો તે સમયે સામેથી આવતા એક ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક પર સવાર મહિલા ટેન્કરના ટાયર તરફ પટકાઈ હતી જોકે ટેન્કરના ચાલકે સમય સુચકતા વાપરીને અચાનક બ્રેક મારી દેતાં ટાયર નીચે પડેલી મહિલાનો આબાદ બચાવ થયો હતો.તેમ છતાંય ત્યાં એકત્ર થઈ ગયેલા ટોળાએ જાણે ટેન્કર ચાલકનો વાંક હોય તેમ તેને પકડીને માર માર્યો હતો.ત્યારે વહેલી તકે આ રોડની કામગીરી શરૂ કરવામાં આવે વ્યવસ્થિત ખાડાઓ પૂરી રોડ બનાવવામાં આવે તેવી લોક માગ ઉઠી છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો