વાગરા તાલુકાના વહિયાલ ગામે એક જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ

વાગરા વહિયાલ ગામે મકાનની દીવાલ ધરાશાયી થતા બે વીજપોલ તૂટી પડ્યા, સદનસીબે જાનહાનિ ટળી

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વહિયાલ ગામે એક જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. તે ઘર નજીકથી પસાર થતી વિજલાઈન ઉપર પડતા બે વિજપોલ પણ તૂટી પડ્યા હતા.જેને કારણે વીજપુરવઠો ખોરવાય ગયો હતો.જોકે વાગરા વીજ કચેરીના વીજ કર્મીઓએ સમારકામ કાર્ય હાથ ધર્યું હતું.સદ્દનસીબે કોઈ જાનહાની નોંધાઇ ન હતી.



વાગરા તાલુકાના વહિયાલ ગામના બ્રાહ્મણ ફળીયા વિસ્તારમાં ગતરોજ સાંજના સમયે રોડની અડીને આવેલી વર્ષો જૂનું અને જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાસાય થઈ ગઈ હતી.જેને કારણે નજીકમાંથી પસાર થતી વીજ લાઇનના બે વિજપોલ પણ તૂટી પડતા એક સમયે અફરાતફરી મચી ગઇ હતી.વીજપોલ સહિત વીજવાયરો પણ જમીન પર તૂટી પડયા હતા. જેથી પંથકનો વીજપુરવઠો પણ ખોરવાય ગયો હતો. ઘટના સાંજના સમયે બની હતી,તે સમયે રસ્તા ઉપરથી કોઈ રાહદારી કે વાહન પસાર થતું ન હોવાથી સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

વીજપુરવઠો ખોરવાઈ જતા આખી રાત કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.ઘટનાની જાણ કરવામાં આવતા આજરોજ સવારે વાગરા વીજ કચેરીના કર્મીઓએ સમારકામ હાથ ધર્યું હતું.નવા વિજપોલ તેમજ વાયરો નાખવાની કામગીરી આરંભી હતી.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો