IOCL માં બીજા બ્લાસ્ટ પછી આંખો બળતરા અને ગળામાં ખરાસની ફરિયાદો બુમો પડવાનું શરૂ

IOCL માં રાત્રે 8:30 વાગે બીજા બ્લાસ્ટ પછી આંખો બળતરા અને ગળામાં ખરાસની ફરિયાદો બુમો પડવાનું શરૂ 



રિપોર્ટર મનીષ કંસારા,



વડોદરાની ગુજરાત રિફાઇનરી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની બેન્ઝીન ટેન્કમાં વિકરાળ આગ હતી. જોકે આગને કાબુમાં લેવા રિફાઇનરી અને રિલાયાન્સના ફાયર ફાઇટરો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ધીરે ધીરે આગે અતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રાત્રીના સાડા આંઠ વાગ્યાની આસપાસ બીજો બ્લાસ્ટ થયો હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યાં છે. જોકે બીજા બ્લાસ્ટ બાદ કોયલી અને આસપાસના ગામોમાં રહેતા રહીશોની આંખોમાં બળતરા અને ગળામાં ખરાસ આવવાની શરૂ થઇ હોવાની ફરીયાદો ઉઠી છે. તેવામાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક કર્મચારી ઇજાગ્રસ્ત તેને ગુજરાત રિફાઇનરીની એમ્બ્યૂલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અત્યાર સુધી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું જ્યારે પાંચ પૈકી બે ઇજાગ્રસ્તો ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો)

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની બેન્ઝીન ટેન્કમાં લાગેલી આગ પર હજી સુધી કાબુ મેળવાયો નથી, ત્યારે આગની આ દુર્ઘટનાને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. જેથી વડોદરા જિલ્લા અને તેની આસપાસ હાલોલ, ગોધરા, કરજણ, આણંદ તથા અમદાવાદના ફાયર ફાઇટરોને વડોદરા રવાના કરવામાં આવ્યાં છે. જ્યારે રાજ્યા અન્ય મહાનગર અને નગરપાલિકાની ફાયર ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

ત્યારે આ મામલે કોયલી ખાતે રહેતા યોગપાલસિંહ ઉપેન્દ્રસિંહ ગોહિલએ સાથે ટેલિફોનિક વાતચિત કરતા જણાવ્યું હતું કે, બપોરના સમયે આઇ.ઓ.સી.એલમાં જે બ્લાસ્ટ થયો તેને આખું મકાન ધુજાવી નાખ્યું હતુ. જોકે ત્યારબાદ આગ ઓલવવાના પ્રયાસો શરૂ થતા અમે રાહત અનુભવી હતી. પરંતુ અંદાજીત સાડા આંઠ વાગ્યાની આસપાસ કંપનીમાં ફરી એક બ્લાસ્ટ થયો જેનો અવાજ પણ અમે સાંભળ્યો હતો. જેના કારણે ફરી એક વખત ઘર ધ્રુજી ઉઠ્યું હતું. જોકે બીજો બ્લાસ્ટ પહેલા કરતા ઓછો અસરકાર હતો. પરંતુ બીજા બ્લાસ્ટ બાદ હવે લોકોને આંખોમાં બળતરા અને ગળામાં સામાન્ય ખરાસ લાગી રહીં છે. અમારા ગામ સહિત કરચિયા અને અન્ય ગામોમાં પણ આવી પરિસ્થિતિ શરૂ થઇ હોવાના મારી ઉપર ફોન આવી રહ્યાં છે.

#gujaratniparchhai 



Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો