શુકલતીર્થમાં રેતી માફિયાઓએ ખોદેલા ખાડામાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના મોતની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું

10 ટનની ક્ષમતાવાળીમાં 15 ટનથી વધુ રેતી ભરી જતી 4 ટ્રક જપ્ત કરાઇ

શુકલતીર્થમાં 3 લોકોના ડૂબવાની ઘટના બાદ કાર્યવાહી


ભરૂચ જિલ્લાની નર્મદા નદીમાં થઇ રહેલાં બેફામ રેતી ખનન બાદ હવે ઓવરલોડ ટ્રકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. વાલિયા મામલતદાર તથા તેમની ટીમે તપાસ દરમિયાન ચાર ટ્રક જપ્ત કરી પોલીસ વિભાગને સોંપી છે. શુકલતીર્થમાં રેતી માફિયાઓએ ખોદેલા ખાડામાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના મોતની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. તાજેતરમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં કલેકટરે અધિકારીઓને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે સંદર્ભમાં વાલીયા મામલતદાર શ્રઘ્ધા નાયક તેમજ સ્ટાફ થકી સતત ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. વાલિયા - વાડીરોડ - જબુગામ રોડ ઉપર થી રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતી ચાર ટ્રકો ને પકડી પાડી સદર ટ્રકો વાલીયા પોલીસ સ્ટેશન ના હવાલે કરવામાં આવેલ છે. સામાન્ય રીતે એક ટ્રકમાં 10 ટન રેતીનું વહન કરવાની ક્ષમતા હોય છે પણ તેમાં 15 થી 18 ટન સુધી રેતી ભરવામાં આવતી હોય છે. વાલિયામાં ઝડપાયેલી ચારેય ટ્રકોમાં ઓવરલોડ રેતી ભરી હતી તથા રોયલ્ટી પણ નહિ હોવાની વિગતો સામે આવતાં કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર રેતી ખનનને કારણે નર્મદા નદીમાં લોકોના ડુબી જવાથી મૃત્યુ અને રસ્તે રેતીના ભરેલા ડમ્પરો બેફામ ચલાવતા અકસ્માતમાં નિર્દોષોના મૃત્યુ થતાં સાંસદે ગાંધીનગર રજૂઆત કરેલ જેના અનુસંધાને ઝઘડિયા પ્રાંત અધિકારીએ હુકમ કરેલ જે અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાલિયામાં જપ્ત કરાયેલી ટ્રકોને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી અને આગળની કાર્યવાહી માટે ખાણ અને ખનીજ વિભાગને રીપોર્ટ કરાયો છે.

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો