ઝઘડિયા GIDC માં આવેલી નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં કોઈ કારણોસર આગ લાગતા જ અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી

નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતાં દોડધામ, કામદારો બહાર દોડી આવ્યા, ફાયર વિભાગે માંડ માંડ કાબૂ મેળવ્યો


રિપોર્ટર પિયુષ મીસ્ત્રી,

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં આચનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર ફાયટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાની મસક્તમાં લાગ્યા હતા. 10 ફાયર ફાયટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.



ઝઘડિયા GIDC માં અનેક કંપનીઓના મોટા મોટા પ્લાન અવેક છે. જેમાં અનેક વખતે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે.ત્યારે આજે સવારે પણ ઝઘડિયા GIDC માં આવેલી નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં કોઈ કારણોસર આગ લાગતા જ અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગનો મેજર કોલ જાહેર થતા જ ઝઘડિયા GIDC ના માર્ગો ફાયર બ્રિગેડના સાયરનોથી ગુંજી ઉઠ્યો હતો.આસપાસના ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની મસક્તમાં લાગ્યા હતા.

આગ એટલી વિક્રરાર હતી કે, પ્લાન્ટમાંથી કાળા ડિબાગ ધુમાડા દૂરથી નજરે પડી રહ્યા હતા.આગના પગલે કામદારો કંપની ગેટ પર દોડી આવ્યા હતા. આગની જાણ થતાં જ ફેકટરી ઇન્સ્પેક્ટર, GPCB અને પોલીસ સહિતના અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા. નાઇટેક્સ કેમિકલ કંપનીના ડી હાઈડ્રેશન પ્લાન્ટમાં લાગેલી આગ મટીરીયલ સ્ટોર અને પેકેજીંગ ડિપાર્ટમેન્ટમાં ફેલાય હતી.ઇથાઇલ આલ્કોહોલના જથ્થામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.જોકે 10 ફાયર ફાયટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ પણ જાનહાની ન થઈ હોય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.ઘટના સ્થળે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે તપાસ શરૂ કરી છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો