હાઇવે પર પાણી ભરાતા રોકવા હોટલ -પ્લોટ ધારકોને નોટિસ અપાશે

ભરૂચમાં હાઇવે પર પાણી ભરાતા રોકવા હોટલ -પ્લોટ ધારકોને નોટિસ અપાશે વરસાદી પાણીના નિકાલમાં નડતરરૂપ બાંધકામો દૂર કરવા તાકીદ ભરૂચમાં ગત સપ્તાહે પડેલાં મુશળધાર વરસાદમાં સૌ પ્રથમ વખત નેશનલ હાઇવે પર પાણીનો ભરાવો થયો હતો જેના કારણે હાઇવે પર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ટ્રાફિક પોલીસની તપાસમાં હાઇવેની આસપાસ બની રહેલાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના કારણે હાઇવેનું લેવલ નીચું થઇ જતાં હાઇવે પર પાણીનો ભરાવો થયો હતો બીજી તરફ હોટલોના દબાણોના લીધે પાણીનો નિકાલ અટકી ગયો હોવાનું બહાર આવતાં હવે આગામી દીવસોમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ તથા હોટલ સંચાલકોને જિલ્લા ટ્રાફિક પોલીસ નેશનલ હાઇવે ઓથોરીટી સાથે સંકલનમાં રહીને નોટીસ આપશે. ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવેની આસપાસ હવે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટની સંખ્યામાં વધારો થઇ રહયો છે અને તેના કારણે હવે હાઇવે પર પાણીના ભરાવાની શરૂઆત થઇ છે જેને લઇ હવે ટ્રાફિક પોલીસ એકશનમાં આવી છે.