ભરૂચના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં મારામારીથી દોડધામ

બનેવી-ભાણિયા અંગે પૂછવા મુદ્દે બે પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું

ભરૂચના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં મારામારીથી દોડધામ


ભરૂચના બરકતવાડ ઇકરા સ્કૂલ પાસે રહેતાં રૂકનુદ્દીન નજીમુદ્દીન શેખ તેમના ઘરે હતાં તે વેળાં તેની બહેન નોમીરૂનનિશા રડતી હોય તેમણે તેને શા માટે રડે છે તેમ પુછતાં તેણે જણાવ્યું હતું કે, તારા બનેવી એઝાઝ ગઇકાલથી તારા ભાણીયાને લઇને ક્યાંક જતાં રહ્યાં છે.જેથી તે તેના મોટા ભાઇઓ સાથે વેજલપુર પારસીવાડ વિસ્તારમાં રહેતાં તેના બનેવીના મામાને ત્યાં વાતચીત કરવા ગયાં હતાં. તેમણે બનેવી અંગે પુછપરછ કરતાં તેના બનેવીના મામા ફજલ ફિટરે તેમને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો. જોકે, તેના મામા ઇલ્યાસ સહિતાઓએ વચ્ચે પડી ઝઘડો છોાડવતાં તે ઘરે પરત આવી ગયો હતો. અરસામાં તેના બનેવીની બહેન શબીયા પાતરાવાલા આવી પહોંચી અમને કેમ અપશબ્દો ઉચ્ચારે છે કહેતા તેનું ઉપરાણું લઇ શબીહાના મામા અલ્તાફ ફિટરે તેને લોખંડની પાઇપથીઇજાઓ પહોંચાડી હતી. બનાવમાં રાબીયાબીનીએ ક્રોસ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પારસીવાડ પાસેની રંગવાલા દવાખાના પાસે રહેતાં હોઇ ત્યાં મુસ્લિમ ધાર્મિક વિધીમાં હાજર હતી. તે વેળાં તેમનાઘરે તેમની વહું નોમીરૂનનિશાના ભાઇઓ ઘરે આવ્યાં હતાં. તેઓએ તેમના બનેવી તથા ભાણિયા અંગે પુછપરછ કરી તેમને અપશબ્દો ઉચ્ચારી તેની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. ઝઘડાનું ઉપરાણું લઇ રૂકનુદ્દીન, માઝુદ્દીન તેમજ મોઇસુદ્દીને તેમને માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો