રહાડપોર ગામ પંચાયત ના તલાટી દ્વારા રોડની આજુબાજુ મોટા મોટા બોડ તો માર્યા પણ સૂચના પાલન કરવાનો ટાઈમ નથી કે શું???

જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ નિંદ્રાધીન...પ્રજાનું સ્વાસ્થ્ય બગડે તો જવાબદાર કોણ...? મિ. ડો. દુલેરા 

ભરૂચ તાલુકાના રહાડોપર ગામ પંચાયતની હદમાં ગંદકીનું સામ્રાજય... તલાટી નિલેષ પટેલની વીકલી નોકરીથી પ્રજા હેરાન પરેશાન...



ભરૂચ તાલુકાના રહાડપોર ગામ પંચાયતની હદમાં રોડની આજુબાજુ કચરાના ઢગલા જોવા મળે છે. ખુબજ ગંદકી છે, દુર્ગંધ લાગે છે, વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહયા છે. જે જગ્યાએ જાહેર નોટીસનું બોર્ડ લગાવવામાં આવેલ છે તે જગ્યા ઉપર જ ખુબ મોટા પ્રમાણમાં કચરો જોવા મળે છે. સરપંચના હુકમથી લગાડવામાં આવેલ જાહેર નોટીસનું બોર્ડ પણ કચરા સમાન થઈ ગયું છે. જાહેર જગ્યા તથા રસ્તાની આજુબાજુ કચરો નાખી ગંદકી ફેલાવવા નહી અને જો તેમ થવામાં કસુરવાર પાસે પ૦૦ રૂપિયાના દંડની રકમ ગ્રામ પંચાયત દ્ધારા વસુલ કરવામાં આવશે તેવો હુકમ દર્શાવતું બોર્ડ લખેલ છે અને જેની સખ્ત નોંધ લેવી તેવી પણ નોંધ છે. પરંતુ કચરો નાખનાર અને ગંદકી ફેલાવનાર સરપંચના હુકમની ઐસીતૈસી કરી રહયા છે. પ૦૦ રૂપિયાનો દંડ કોણ વસુલ કરશે...? આ પંચાયત અઠવાડીયામાં માત્ર મંગળવારે એકજ વાર ખુલે છે તો પછી ગંદકી કેવી રીતે સાફ થશે...? આવી ગંદકી અને કચરાની સાફ સફાઈ માટે પંચાયત દ્ધારા જે પણ કોન્ટ્રાકરને સાફ સફાઈ અને કચરો ઉઠાવવા માટે કામગીરી આપેલ છે તે કામગીરી ખરેખર થાય છે ખરી...? 

નંદેલાવ ગામ પંચાયતના ગેટથી ચાવજ તરફ જતા મુખ્ય રોડની ડાબી–જમણી બાજુ કચરાના ઉકરડા જોઈ શકાય છે. જેમાં મુખ્ય રોડની આજુ–બાજુનો વિસ્તાર જેવો કે, રંગ ઉપવન નજીક, નવી વસાહત નજીક રોડ ઉપર, જુની વસાહત જી.ઈ.બી. ટ્રાન્સફરમર પાસે, પેટ્રોલપંપ નજીક, અતોહીક પાર્કની બાજુમાં, અજીમ નગરના રોડની સામે, પાણીની ટાંકીની રોડની સામે તેમજ મિલન નગરની સામે ઉકરડા જોવા મળે છે. ખુબજ દુર્ગંધ મારે છે તો પછી ગ્રામ પંચાયતના તલાટી પગાર મેળવ્યા સિવાય બીજી કામગીરી કયારે કરશે...? 


નાગરિક દબડાવતા તલાટી નિલેષ પટેલ મલાઈ ખાવામાં મશગુલ...! ઉકરડાનો દંડ વસુલવામાં આળસ કેમ...? 

રહાડપોર ગ્રામ પંચાયતના તલાટી નિલેષ પટેલને કોઈ નાગરિક કે ગ્રામજન પોતાના વિસ્તારના પ્રશ્ન માટે રજુઆત કરવા જાય તો તેના ઉપર ગુસ્સે થઈ જાય છે. મોટા મોટા અવાજે બરાડા પાડી અરજદારને દબદાવે છે તેમજ પોલીસ ફરીયાદ પણ કરવા માટે સોનેરી મહેલ પોલીસ સ્ટેશન પર પહોંચી જાય છે. જેથી નાગરિકો આ તલાટીથી ત્રસ્ત થઈ ગયા છે. ભૂતકાળના સમય દરમ્યાન પણ આ તલાટી સામે તાલુકા વિકાસ અધિકારીથી લઈ ગાંધીનગર સુધી ફરીયાદો કરેલ તેવા અરજદાર સામે પોલીસ સ્ટેશને ફરીયાદ આપવા તલાટી પહોંચી ગયા હતા. તો પછી ગ્રામજનો પોતાના વિસ્તારની સમસ્યા માટે કયા જશે..??

રહાડપોર પંચાયતની હદમાં પ૦૦ રૂપિયા દંડ વસુલવાની જાહેર નોટીસવાળું બોર્ડ સરપંચના હુકમથી લગાડવામાં આવેલ છે પરંતુ આ બોર્ડ શોભાના ગાંઠીયા સમાન છે. નાગરિકો બોર્ડની સામે જ કચરો ફેકી જાય છે, ઉકરડો બનાવી દે છે પરંતુ સરપંચ નાગરિકોનું કશું બગાડી શકતા નથી...! કેમ કે, સરપંચ મહિલા હોય અને તેઓ માંડ માંડ પ્રજાના પ્રશ્નો માટે પંચાયતે આવે છે અને સુત્રો દ્ધારા એવી પણ માહિતી મળેલ છે કે, મહિલા સરપંચના પતિ ફરીદ તમામ વહીવટમાં ખુબજ સક્રીય છે.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો