હાઇવે પર પાણી ભરાતા રોકવા હોટલ -પ્લોટ ધારકોને નોટિસ અપાશે

ભરૂચમાં હાઇવે પર પાણી ભરાતા રોકવા હોટલ -પ્લોટ ધારકોને નોટિસ અપાશે

વરસાદી પાણીના નિકાલમાં નડતરરૂપ બાંધકામો દૂર કરવા તાકીદ

ભરૂચમાં ગત સપ્તાહે પડેલાં મુશળધાર વરસાદમાં સૌ પ્રથમ વખત નેશનલ હાઇવે પર પાણીનો ભરાવો થયો હતો જેના કારણે હાઇવે પર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ટ્રાફિક પોલીસની તપાસમાં હાઇવેની આસપાસ બની રહેલાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના કારણે હાઇવેનું લેવલ નીચું થઇ જતાં હાઇવે પર પાણીનો ભરાવો થયો હતો બીજી તરફ હોટલોના દબાણોના લીધે પાણીનો નિકાલ અટકી ગયો હોવાનું બહાર આવતાં હવે આગામી દીવસોમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ તથા હોટલ સંચાલકોને જિલ્લા ટ્રાફિક પોલીસ નેશનલ હાઇવે ઓથોરીટી સાથે સંકલનમાં રહીને નોટીસ આપશે.

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવેની આસપાસ હવે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટની સંખ્યામાં વધારો થઇ રહયો છે અને તેના કારણે હવે હાઇવે પર પાણીના ભરાવાની શરૂઆત થઇ છે જેને લઇ હવે ટ્રાફિક પોલીસ એકશનમાં આવી છે.

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો