જંબુસરમાં 11 વર્ષીય બાળકી પર પાડોશીએ ધારિયાથી હુમલો કરતા ઘાયલ બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી

સાયકલ ચલાવવા બાબતે બાળકી પર હુમલો:જંબુસરમાં 11 વર્ષીય બાળકી પર પાડોશીએ ધારિયાથી હુમલો કરતા ઘાયલ બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી

જંબુસર તાલુકાના કાવી ગામે પાડોશી સાયકલ મૂકવાં બાબતે બોલાચાલી કરી એક 11 વર્ષીય બાળકી ઉપર ધારિયા વડે હુમલો કર્યો હતો.જેને પગ, પેટ અને હાથના ભાગે ઇજાઓ પહોચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.આ મમાલે કાવી પોલીસે ગુનો નોંધીને પાડોશી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે રહેતા મહેન્દ્ર ગોહિલની 11 વર્ષીય બાળકી જાનુ તેમના ફળિયામાં સાયકલ ચલાવી રહી હતી અને ત્યારબાદ તેણે સાયકલ તેના ઘરની બહાર મૂકી હતી. આ દરમિયાન પાડોશમાં રહેતા અજીત ગોહિલ નામના યુવાને બાળકીને ફળિયામાં સાયકલ ન ચલાવવાનું કહી તેના ઘર પાસે સાયકલ મુકવાની ના પાડી તકરાર કરી ઉશ્કેરાઈ જઈને જાનુ પર ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં બાળકી લોહી લુહાણ થઈ ગઈ હતી.બાળકીનો અવાજ સાંભળી તેના પિતા ઘરની બહાર દોડી આવ્યા હતા.



આ હુમલામાં બાળકીને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતાની સાથે જ કાવી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કાવી પોલીસે જાનુના પિતાની ફરિયાદ નોંધીને આરોપી અજીત ગોહિલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો