મનસુખ વસાવા જીતી જતા આજે ખેડૂતો તેઓને તેમનું વચન યાદ અપાવી ખેડૂતોને ન્યાય આપવાની લેખીતમાં રજૂઆતો કરી હતી

ખેડૂતોએ મનસુખ વસાવાએ આપેલું વચન યાદ અપાવ્યું:ભરૂચના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજના ખેડૂતોએ સાંસદને આવેદનપત્ર આપી રજૂઆતો કરી



ભરૂચ જિલ્લાના સાંસદ મનુસખ વસાવાએ ચૂંટણી પહેલા જમીનના વળતર માટે લડત લડી રહેલા ખેડૂતોને તેમને મત આપવા અપીલ કરી હતી અને તેઓ જીતીને આવશે એટલે ખેડૂતોની જમીન સંપાદનમાં થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવી ખેડૂતોને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું.આ ચૂંટણીમાં મનસુખ વસાવા જીતી જતા આજે ખેડૂતો તેઓને તેમનું વચન યાદ અપાવી ખેડૂતોને ન્યાય આપવાની લેખીતમાં રજૂઆતો કરી હતી.


ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે સાંસદ માટે ખરાખરીનો જંગ જામ્યો હતો.ત્યારે અનેક લોકો દ્વારા પોતાના માંગણી બાબતે વિરોધ પણ નોધાવ્યો હતો.જેમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે,બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજનામાં અંદાજીત 60 થી વધુ ગામોની જમીન સંપાદનમાં ચાલી રહેલા વિરોધમાં ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરીને પોતાના મતદાન કાર્ડ જમા કરાવ્યા હતા.આ બાજુ ભરૂચ લોકસભા બેઠક પર સતત સાતમી વખતે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં.જેથી મનસુખ વસાવા એ તેમને મત આપવા માટે ખેડૂત સમન્વય સમિતીના ખેડૂતો અને આગેવાનોને મળી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે,બુલેટ ટ્રેઈન,ભાડભૂત બેરેજ યોજનામાં અંદાજીત 60 થી વધુ ગામોની જમીન સંપાદન થાય છે.જેમાં આન્યાય બાબતે 3 જી મે 2024 ના રોજ સર્વે યોજનાના ખેડૂતો સાથે મધ્યસ્થ કાર્યાલય ખાતે મિટીંગ કરીને ખેડૂતોને સંપાદનમાં થયેલા અન્યાય બાબતે અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય આપવા વચન આપ્યું હતું.તેઓ જીતીને આવશે એટલે ખેડૂતોની જમીન સંપાદનમાં થયેલા અન્યાય પ્રાથમિકતાના ધોરણે રજુઆત કરીને ખેડૂતોને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું.



જેથી આજ રોજ મોટી સંખ્યામાં ખેડૂત સમન્વય સમિતિના આગેવાનો અને ખેડૂત ભાઈઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એકત્ર થઈને સાંસદ મનસુખ વસાવા અને મારુતિસિંહ અટોદરિયાને તેઓએ જીત પહેલા આપેલું વચન યાદ અપાવી ખેડૂતોનું ઋણ ચુકવવાનો સમય આવ્યો હોવાનું યાદ અપાવ્યું હતું.જ્યારે આ બાબાતે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, મને યાદ છે ચૂંટણી સમયે અમે તેમને વચન આપ્યું હતું આજે જ્યારે તેઓ ખૂબ મોટી સંખ્યામાં મને મળવા માટે આવ્યા છે ત્યારે તેમની જમીન સંપાદન અંગે વળતરને લઈને જે પ્રશ્ન છે તે માટે જરૂર મારી સરકારમાં રજૂઆતો કરીને તેઓને ન્યાય આપાવીશ.

#Gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો