હાઈટેન્શન ટાવરની કામગીરી દરમિયાન એંગલ તૂટતા એક વીજકર્મીનું મોત, બે ઇજાગ્રસ્ત

આમોદ કોલવણાની સીમમાં હાઈટેન્શન ટાવરની કામગીરી દરમિયાન એંગલ તૂટતા એક વીજકર્મીનું મોત, બે ઇજાગ્રસ્ત

આમોદ તાલુકાના કોલવણા ગામની સીમમાં હાઈ ટેન્શન ટાવર ચાર કર્મીઓ કામ કરી રહ્યા હતાં. આ સમય દરમિયાન ટાવરનો ઉપર ભાગ તૂટી પડતા તેમાં એક કર્મીનું દબાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે બે કર્મીઓને ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા હતાં.

આમોદના કોલવણા ગામની સીમમાંથી જેટકો કંપનીની ૨૨૦ કે.વી ગવાસદ-સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે.ટાવર ઉપરથી કંડકટર નીચે આવી જતા તેનું સમારકામ છેલ્લા ત્રણ ચાર દિવસથી જેટકો કંપની દ્વારા ચાલી રહ્યુ હતુ.આ સમયે 86 નંબર ના ટાવર ઉપર ચાર કર્મીઓ કામગીરી કરી રહ્યા હતા.ત્યાંજ એકાએક ઉપરના ભાગનો ટાવરની એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા મહેશ અભેસંગ ગોહિલ ઉ.વ.54 રહે, જુના તવરાનાઓ દબાઈ જવા સાથે તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી.આ સાથે વિષ્ણુ પટેલ રહે,નવા અને દીપકભાઈ વસાવા પણ ગંભીર ઇજાઓ થતા ટાવર ઉપરજ તેમણે બુમાબુમ કરી નાંખી હતી.

જેથી કોલવણા ગામના યુવાનોએ દોડી આવી ત્રણેય ઈજાગ્રસ્તોને મુખ્ય માર્ગથી અડધો કી.મી.સુધી કાદવ કિચડમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં હતાં. જ્યારે મહેશ ગોહિલને વધુ ઇજાઓ હોવાથી તાત્કાલિક સારવાર અર્થે આમોદના સરકારી હોસ્પિટલમાં લઈ જવાતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો