નંદેલાવ ગામના તલાટી નીલેશ પટેલ દોઢ ડાહ્યા હોઈ તેવી લોક ચર્ચાએ જોર પકડયું છે??

ભરૂચ તાલુકાના નંદેલાવ ગામ પંચાયતના દોઢ ડાહ્યા તલાટી નીલેશ પટેલે કર્યું બુદ્ધિનું પ્રદર્શન... 



અરજદારે ટપાલ ખર્ચ જાતે ભોગવવાનો... લો આતો તલાટીના ઘરનો કેવો કાયદો...?

ભરૂચ તાલુકાના નંદેલાવ ગ્રામ પંચાયતના અતિ બુધ્ધિશાળી તલાટી કમ મંત્રી નીલેશ પટેલે આરટીઆઈ ના જવાબ માં એક અરજદાર પાસે માહિતીની નકલો મોકલવા પેટે ટપાલ ખર્ચ વસૂલ કરવા માટે લખેલ હોય જેની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓ સુધી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે..જે અંગે પ્રથમ અપીલ પણ દાખલ કરવામાં આવેલ છે આમ પણ આ તલાટી ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલા રહે છે..ભૂતકાળના સમય દરમ્યાન આ મહાશયને ગામના નાગરિક પર ગુસ્સે થઈ રહ્યા હોય તેનો વિડિયો વાઇરલ થયો હતો .અને હવે આરટીઆઈ ના કાયદાનું ભાન ન હોઈ તે મુજબનો જવાબ નાગરિકને મોકલતા બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું છે.

મળવા પામતી માહિતી અનુસાર ભરૂચ તાલુકા ના નંદેલાવ ગામના તલાટી નીલેશ પટેલ દોઢ ડાહ્યા હોઈ તેવી લોક ચર્ચાએ જોર પકડયું છે..અને જેનું ઉદાહરણ તેમણે આરટીઆઈના આપેલ જવાબમાં બુદ્ધિનું પ્રદર્શન છે..તાજેતરમાં એક આરટીઆઈ ના જવાબમાં નાગરિકને આપેલ જવાબ માં માહિતીની નકલોની ફીની સાથે સાથે ટપાલ ખર્ચ પણ વસૂલ કરવા માટે દર્શાવેલ છે જે નિયમ વિરૂદ્ધ છે . સામાન્ય રીતે ટપાલ ખર્ચ કોઈપણ કામની ટપાલ મોકલવા માટે જે તે સત્તામંડળ ભોગવતું હોય છે..પરંતુ પોતાની જાતને અતિ બુધ્ધિશાળી સમજતા આ તલાટીએ ઘરનો કાયદો બતાવી અરજદાર પાસેથી ટપાલ ખર્ચ વસૂલ કરવા માટે નો મનસ્વી નિર્ણય લઈ ને અરજદારનું મોરલ ડાઉન કરવા માટે ઈરાદાપૂર્વક ટપાલ લખેલ હોય તેમ લાગી રહ્યું છે.

અરજદારે ટપાલ ખર્ચના રૂપિયા ૩૦ પણ જમાં કરાવેલ છે..ટપાલ થી માહિતીની નકલો મોકલવાનો ખર્ચ તલાટીએ વસૂલ કરી તેની રસીદ પણ આપેલ હતી અને તેની માહિતીની નકલો રૂબરૂમાં અરજદારે મેળવેલ હતી..તેમ છતાં ટપાલ ખર્ચના નાણાં પરત આપેલ નહિ.અને અરજદારે ૩૦ રૂપિયા તલાટી પાસે પરત માંગેલ હતા અને તે રકમ તલાટીએ પરત આપેલ નહિ અને વસૂલ કરેલ ટપાલ ખર્ચ પરત આપવા માટે આના કાની કરી હતી.

ખોટી રીતે વસૂલ કરાયેલ ટપાલ ખર્ચ પરત મેળવવા માટે અરજદારે ના છૂટકે પ્રથમ અપીલ દાખલ કરવાની ફરજ પડેલ છે.

તેમજ સાથો સાથ તલાટી સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે તાલુકા વિકાસ અધિકારી..જિલ્લા વિકાસ અધિકારી,ભરૂચ અને વિકાસ કમિશનરને લેખિત ફરિયાદ કરેલ છે..

હવે તપાસમાં જવાબદાર અધિકારીઓ કેવી કાર્યવાહી હાથ ધરશે તે જોવું રહ્યું.



તલાટી નીલેશ પટેલના કરતૂતોની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચી...


ભરૂચ તાલુકાના નંદેલાવ ગામ પંચાયત અને રહાડપોર ગામ પંચાયતના તલાટી તરીકે નીલેશ પટેલ ફરજ બજાવે છે.. આ તલાટી નંદેલાવ માં ટપાલ ખર્ચ વસૂલ કરે છે અને રહાડપોર માં ટપાલ ખર્ચ વસૂલ કરતા નથી આતો સરકારી વિભાગનો કેવો કાયદો..? કે પછી તલાટીને કાયદાનું ભાન નથી..? કે પછી તલાટીના ઘરનો કાયદો છે .? આવા અનેક સવાલો ઉભા થયા છે . તેઓની તાલુકા પંચાયતથી લઈ ગાંધીનગર સુધી વિવિધ પ્રકારની અલગ અલગ કિસ્સામાં ફરિયાદો અરજદારો દ્વારા કરવામાં આવેલ છે આ મહાશય પોતાને ટોપી સમજી બેઠા છે કે શું .?.પગાર સરકારી મેળવવાનો અને દાદાગીરી ગામના નાગરિકો અને અરજદારો સાથે કરવાની...આવી આદત થી આ તલાટી ટેવાઈ ગયેલા છે. અરજદાર ને દબાવવા માટે છેલ્લે પોલીસ મથકે જઈ ખોટી ખોટી ફરિયાદ પોતાના બચાવ માટે કરતા થઈ ગયા છે.. નાગરીકો ના કામો ને લઇ આ તલાટી ભારે વિવાદમાં રહે છે.નંદેલાવ ગામ પંચાયત એસી નો ઉપયોગ કરે છે..જે પણ નિયમ વિરૂદ્ધ હોવા છતાં જવાબદાર અધિકારીઓ કટકીની લાલચ માં આવા ભ્રષ્ટાચારી તલાટીએ છાવરતા હોઈ તેવી શંકા ઊભી થવા પામી છે..

Gujatat ni parchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો