ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં 15 સોસાયટીના રહીશોને રોડ,રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓ નહિ મળતા મહિલાઓનું પંચાયત પર હલ્લાબોલ

ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં 15 સોસાયટીના રહીશોને રોડ,રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓ નહિ મળતા મહિલાઓનું પંચાયત પર હલ્લાબોલ

ભરૂચ શહેરના ઝાડેશ્વર બસ ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધીના બિસ્માર રોડ રસ્તા સહિતની માળખાકીય સુવિધાથી વંચિત રખાતા સોસાયટીની મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયત ઝાડેશ્વર ગ્રામ પંચાયત માં હલ્લાબોલ કર્યું હતું.આ બાબતે પંચાયતના વહીવટીદારે તેમના માર્ગની સમારકામની કામગીરી ચાલુ કરી દેવાઈ છે.જ્યારે માર્ગ પણ મંજૂર થઈ ગયો હોવાનું જણાવ્યું હતું.


ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી ઝાડેશ્વર વિસ્તારમાં ઘણી નાની મોટી સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તારમાં સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. ઝાડેશ્વર બસ ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધી 15 સોસાયટીઓ આવેલી છે.પરંતુ વર્ષોથી આ વિસ્તારનો માર્ગ બિસ્માર બન્યો છે જેના કારણે આ વિસ્તારમાં સોસાયટીના રહીશો હાલ નરકાગાળની સ્થિતિમાં જીવી રહ્યા છે.ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે મોટો વેરો સોસાયટીના રહીશો ભરતા હોવા છતાંય પંચાયત દ્વારા માળખાકીય સુવિધાઓથી વંચિત રાખવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.



જ્યારે હાલમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોડ રસ્તા તૂટવાની પણ શરૂઆત થઈ ચૂકી છે આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં લોકો તૂટેલા રોડ રસ્તાથી તાહિમામ પોકારી રહ્યા છે.ચૂંટણી દરમિયાન હાથ પગ જોડીને વાયદાઓ કરીને વોટ પણ મેળવી લેવામાં આવે છે પરંતુ ચૂંટણી બાદ આ વિસ્તારમાં કોઈપણ સુવિધાઓ આપવામાં આવતી નહિ હોય 15 થી વધુ સોસાયટીની મહિલાઓએ રોડ રસ્તા ગટર લાઇન સહિતના મુદ્દે આજે ઝાડેશ્વર ગ્રામ પંચાયત પર હલ્લાબોલ કરી ગ્રામ પંચાયત ગજવી રોડ રસ્તા સહિતની સુવિધાઓની માગ સાથે મહિલાઓએ આક્રોશમાં આવી આવનારા સમયમાં ચુંટણીમાં વોટ માંગવા આવનારને ચપ્પલ મારીશું તેવી ચીમકી ઉચ્ચારી રોજ સાથે વિરોધ કર્યો હતો.



આ બાબતે ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર દેવરાજ પટેલે જણાવ્યું હતું કે,સોસાયટીના મુખ્ય માર્ગ પર પેવર બ્લોક મંજુર થયા હતા પરંતુ સોસાયટી ના લોકોની માંગ હતી કે તેમને આરસીસીનો રસ્તો બનાવામાં આવે તે પણ મંજૂર થઈ ગયો છે જે આવનાર સમયમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રોડ પરના પડેલા ખાડાનું સમારકામ યુદ્ધના ધોરણે કરી દેવામાં આવવાનું જણાવ્યું હતું.

#Gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

ભરત મિસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો