ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતાં ચકચાર મચી ગઇ

ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં જ એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં દાંડીયા બજાર ચોકી પર હેડ કોન્સ્ટેબલ અશોક કાનાભાઈ બડિયાવદરા ફરજ બજાવતા હતા.તેઓ પત્ની અને બે બાળકીઓ સાથે સોનેરી મહેલ પોલીસ લાઈનમાં આવેલા તેમના ક્વાર્ટરમાં રહેતા હતાં.આજ રોજ તેઓ પોતાના ક્વાર્ટરમાં આરામ કરતા હોય અને તેમની પત્ની બે બાળકીઓને લઈને કોઈ કામ અર્થે બજારમાં ગયા હતાં.આ સમયે અશોકભાઈએ રસોડામાં પંખાના હુકમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ત્યાર બાદ તેમના પત્ની પોતાનું કામ પતાવી પરત ઘરે આવતા રૂમનો દરવાજો ખુલ્લો જોઈ રસોડામાં જોતા જ બુમાં બુમ કરતા જ આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા.આ ઘટનાની જાણ એ ડીવીઝન પોલીસ મથકમાં કરવામાં આવતા જ પીઆઈ વી.યુ.ગડરિયા અને પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવી મૃતક અશોકભાઈને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.જોકે અશોકભાઇએ ક્યાં કારણોસર આપઘાત કર્યો એ જાણી શકાયુ નથી.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો